તલ અને દાળિયા ની ચીક્કી

Komal Doshi
Komal Doshi @komal
Dubai

#મકર
ઉતરાયણ આવતા જ ચીકી યાદ આવી જાય. શિયાળા દરમિયાન તલ અને ગોળ ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાકાત આવી જાય છે. તલ અને ગોળ માં ખૂબ જ પ્રમાણમાં લોહતત્ત્વ આવેલા છે. જે શરીરમાં પોષક તત્વો પૂરા પાડે છે

તલ અને દાળિયા ની ચીક્કી

#મકર
ઉતરાયણ આવતા જ ચીકી યાદ આવી જાય. શિયાળા દરમિયાન તલ અને ગોળ ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાકાત આવી જાય છે. તલ અને ગોળ માં ખૂબ જ પ્રમાણમાં લોહતત્ત્વ આવેલા છે. જે શરીરમાં પોષક તત્વો પૂરા પાડે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ચાર લોકો
  1. તલની ચીકી માટે
  2. ૧ કપતલ
  3. ૧ કપગોળ
  4. 1 ચમચીઘી
  5. દાળિયાની ચીકી માટે
  6. 1 કપદાળિયા
  7. 1 કપગોળ
  8. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    તલની ચીકી બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં તલને દસ પંદર મિનિટ સુધી ધીમા તાપે શેકી લો. કાલ કડાઈમાં ત્રણ મળે એટલે સમજવું કે તલ શેકાઈ ગયા છે.

  2. 2

    તલ શેકાઈ જાય એટલે થોડીવાર માટે ઠંડા પાડવા માટે મૂકી દો

  3. 3

    હવે એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરો અને તેમાં ગોળ નાખીને તેનો પાયો તૈયાર કરો

  4. 4

    ગોળમાં બબલ આવવા લાગે એટલે સમજવું કે ગોળનો પાયો તૈયાર છે. પાયો બરાબર થયો છે કે નહીં ચકાસવા માટે એક બાઉલમાં પાણી માં પાયાના બે-ત્રણ ટીપા નાખો. જો પાયો કડક થઈને તૂટી જાય એનો મતલબ સમજવો કે હવે પાયો તૈયાર છે

  5. 5

    પાયો તૈયાર થતાં ની સાથે જ તેમાં શેકેલા તલ ઉમેરીને તેને બરાબર હલાવી દો

  6. 6

    તલ બરાબર મિક્સ થઈ જાય એટલે પ્લેટફોર્મ પર થોડું ઘી લગાવીને આ મિક્સરને એની ઉપર પાથરી દો

  7. 7

    હવે એક વાડકીપર ઘી લગાવીને તેની મદદથી આ મિક્સરને બરાબર સરખું પાથરી દો. ત્યારબાદ વેલણ થી થોડું પાતળું બનાવો

  8. 8

    હવે ગરમ ગરમ કટરની મદદથી કાપી લો.

  9. 9

    દાળિયા ની ચીકી બનાવવા માટે પણ એમ જ એક કડાઈમાં ઘી ગરમ કરીને ગોળનો પાયો તૈયાર કરો

  10. 10

    પાયો તૈયાર થઇ જાય એટલે તેમાં દાળિયા ઉમેરીને મિક્સ કરી લો

  11. 11

    હવે આ મિશ્રણને પ્લેટફોર્મ પર ગી લગાવીને એને પાથરી દો

  12. 12

    હવે એને કટરથી નાના-નાના ટુકડામાં કાપી લો

  13. 13

    બંને ચીક્કી પંદરથી વીસ મિનિટ સુધી ઠંડુ પાડવા માટે સાઇડ ઉપર મૂકી દો. ઠંડું પડ્યા પછી તેને એક ડબ્બામાં ભરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Doshi
Komal Doshi @komal
પર
Dubai
I'm very passionate about cooking. like to try new new recipes. for that I thank to my family who always support me.
વધુ વાંચો

Similar Recipes