મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#KS
#cookpadgujarati
#cookpadindia

પંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય..

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

#KS
#cookpadgujarati
#cookpadindia

પંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યકિત
  1. ડુંગળી ટામેટા ની ગ્રેવી માટે:-
  2. ૨ ટેબલ સ્પૂનતેલ
  3. મોટી ડુંગળી સમારેલી
  4. ટામેટા સમારેલા
  5. ૧ ટુકડોઆદું સમારેલું
  6. ૩-૪ કળી લસણ સમારેલું
  7. સબ્જી બનાવવાં માટે:-
  8. ૨ ટેબલ સ્પૂનતેલ
  9. તજ નો ટુકડો
  10. તમાલ પત્ર
  11. લાલ કાશ્મીરી મરચુ
  12. ઇલાયચી
  13. ૧ ટી સ્પૂનજીરું
  14. ૧/૪ ટી સ્પૂનહળદર
  15. ૨ ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  16. ૧ ટી સ્પૂનધાણા જીરુ પાઉડર
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. ૧ ટી સ્પૂનપંજાબી ગરમ મસાલો
  19. ૧૫૦ ગ્રામ પનીર
  20. ૧ કપલીલા વટાણા
  21. ૧/૨ કપપાણી
  22. કોથમીર ઝીણી સમારેલી ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ગ્રેવી માટે ના ઘટકો તૈયાર કરી એક પેન માં તેલ મૂકી બધું સાંતળી લેવું.૫ મિનિટ માં બધું ચડી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થવા દો.

  2. 2

    ઠંડું પડે એટલે મિક્સર માં ક્રશ કરી લો.

  3. 3

    હવે એક પેન માં તેલ મૂકી તેમાં તમાલ પત્ર, તજ, ઇલાયચી, લાલ મરચું ઉમેરી જીરું નાખી, જીરૂ તતડે એટલે ગ્રેવી નાંખી સાંતળો.

  4. 4

    હવે તેમા લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરું, બધુ નાંખી હલાવો

  5. 5

    ગ્રેવી તેલ છૂટે ત્યાં સુધી ચડવો પછી તેમાં વટાણા નાખો અને પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી ચડવા દો. ગરમ મસાલો નાખી હલાવો.

  6. 6

    વટાણા ચડી જાય એટલે તેમાં પનીર ના ટુકડા ઉમેરો અને થોડીવાર ચડવા દો..

  7. 7

    સબ્જી થોડુ ઘટ્ટ થાય અને તેલ છૂટવા આવે એટલે સબ્જી તૈયાર થશે.. જેમાં કોથમીર ઉમેરો.

  8. 8

    તૈયાર સબ્જી ને પરાઠા કે નાન કે રોટી સાથે સર્વ કરો.. ઈચ્છા અનુસાર ગાર્નિશ કરી પ્લેટિંગ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes