ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati)

Nayna Nayak
Nayna Nayak @nayna_1372

#GA4
#Week19
#cheese butter masal

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૫૦ ગ્રામ બટર
  2. ૪ નંગડુંગળી
  3. ૩ નંગટામેટા
  4. ૧૫ કળી લસણ
  5. ૩ ચમચીખસખસ
  6. ૩ ચમચીમગજતરી
  7. ૧૦ નંગ કાજુ
  8. ૧/૨ વાડકીદૂધ
  9. ૨ નંગસુકા મરચા
  10. ૧ નંગતમાલપત્ર
  11. ૧ ટુકડોતજ
  12. ૭ નંગલવિંગ
  13. ૧૦ નંગ મરી
  14. ૨ નંગઈલાયચી
  15. ૩ નંગલીલા મરચા
  16. ૧ ટુકડોઆદું
  17. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  18. ૧૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું
  19. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  20. સ્વાદ અનુસારમીઠું
  21. ૧૦૦ ગ્રામ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી બટર લો તેમાં તમાલપત્ર,સૂકા લાલ મરચાં, ઈલાયચી,લવિંગ અને મરી ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં લસણ ઉમેરીને સાંતળો.

  2. 2

    ત્યારબાદ તેમાં ડુંગળી આદુ મરચા ને ઉમેરીને સાંતળી લો ત્યારબાદ તેમાં ટામેટા એડ કરીને સાંતળો. ત્યારબાદ તેમાં લાલ મરચું ધાણાજીરું કિચન કિંગ મસાલો ઉમેરીને બરોબર મિક્સ કરી લો.

  3. 3

    ત્યારબાદ ટામેટા બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરીને ઠંડુ થવા દો ત્યારબાદ તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો. ત્યારબાદ મિક્સર જારમાં કાજુ, મગતરી અને ખસખસ ક્રશ કરી લો. અને એક વાટકી દૂધમાં ઉમેરીને પેસ્ટ તૈયાર કરો.

  4. 4

    હવે એક પેનમાં પાંચ ચમચી બટર લઇ તેમાં ક્રશ કરેલી ગ્રેવી ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં કાજુ મગજતરી અને ખસખસની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  5. 5

    હવે ઘી છૂટે એટલે ચીઝના કયુબ કરીને મિક્સ કરી લો. આપણું ચીઝ બટર મસાલા તૈયાર છે.તેને એક પ્લેટમાં લઈ ઉપરથી ચીઝ છીણીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

Similar Recipes