ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati)

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988

#GA4 #Week10 #Cheese આજે હું તમને ચીઝ બટર મસાલા ની સબ્જી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી ચીઝ બટર મસાલાની રેસિપી.

ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati)

#GA4 #Week10 #Cheese આજે હું તમને ચીઝ બટર મસાલા ની સબ્જી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી ચીઝ બટર મસાલાની રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1/2 ગ્લાસપાણી
  2. 1તમાલપત્ર
  3. 1 ટુકડોતજ
  4. 2લવિંગ
  5. 1ઇલાયચી
  6. સમારેલી ડુંગળી
  7. 3સમારેલા ટામેટાં
  8. 1 ટુકડોઆદું
  9. 8કાજુ
  10. 7-8કળી લસણ
  11. 3પ્રોસેસ ચીઝ
  12. 2 ચમચીતેલ
  13. 1 ચમચીબટર
  14. 1/2 ચમચીજીરું
  15. 1/2 ચમચીહળદર
  16. 1 ચમચીલાલ મરચું પાઉડર
  17. 1 ચમચીકસુરી મેથી
  18. 1 ચમચીધાણાજીરું પાઉડર
  19. 1 કપપાણી
  20. મીઠું ટેસ્ટ પ્રમાણે
  21. 1/2 બાઉલ છીણેલું ચીઝ
  22. 1 ચમચીગરમ મસાલો
  23. 1 બાઉલ ચીઝ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક પેનમાં ડુંગળી, ટામેટાં, અડધો ગ્લાસ પાણી, એક ટુકડો આદું,કાજુ અને લસણ ઉમેરીશું.અને સાંતળી દઈશું. અને ગેસ ની ધીમી આંચ પર કુક થવા દઈશું.

  2. 2

    કુક થઈ જાય ત્યારે ગેસ બંધ કરીને રૂમ ટેમ્પરેચર પર ઠંડું થવા મુકીશું. ઠંડું થઈ જાય ત્યારબાદ મિશ્રણ ને મિક્ષર જાર માં લઈને ક્રશ કરી દઈશું. અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે.

  3. 3

    હવે આપણે આ ગ્રેવી ને વઘારી લઈશું. તો વઘાર માટે એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ અને 1 ચમચી બટર લઈશું ગરમ કરવા મુકીશું.

  4. 4

    તેલ ગરમ થાય એટલે એમાં ½ ચમચી જીરું, તમાલપત્ર, તજ,લવિંગ,અને ઇલાયચી અને હિંગ નાખીને ગ્રેવી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું.

  5. 5

    ત્યારબાદ તેમાં ½ ચમચી હળદર,1 ચમચી લાલમરચું પાઉડર,1 ચમચી ધાણાજીરુ પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું,1 ચમચી ગરમ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું.અને એક કપ પાણી ઉમેરીને તેલ છૂટે ત્યાં સુધી ગ્રેવી ને કુક થવા દઈશું.

  6. 6

    ગ્રેવી કુક થઈ જાય ત્યારે એમાં ચીઝ ના ક્યુબ અને કસ્તુરી મેથી ઉમેરી લઈને સારી રીતે મિક્સ કરી લઈશું.અને 5 મિનિટ કુક કરીને ગેસ બંધ કરી દઈશું.

  7. 7

    હવે આપણે સવિઁગ બાઉલમાં લઈને સર્વ કરીશું. અને ઉપરથી છીણેલું ચીઝ ઉમેરીને ડુંગળી અને ટામેટાં ની સ્લાઈસથી ગાર્નિશ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988
પર

ટિપ્પણીઓ

Similar Recipes