કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar

કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ લોકો
  1. ૮ નંગટામેટાં
  2. ૬ નંગડુંગળી
  3. ૩ tbspમગજતરી ના બી
  4. ૩ tbspખસખસ
  5. આદુ મરચા લસણ ની પેસ્ટ
  6. ૩ tbspબટર
  7. ૨ tbspમલાઈ
  8. ૧ tspછોલે મસાલા
  9. ૧ tspકિચન કિંગ મસાલા
  10. ૧ tspચાટ મસાલા
  11. ૨ tspલાલ મરચું પાઉડર
  12. ૧ tspધાણાજીરું પાઉડર
  13. ૧ tspહળદર
  14. સ્વાદ મુજબ મીઠું
  15. તેલ
  16. ૧ નંગતમાલપત્ર
  17. ૧ નંગતજ
  18. ૨ નંગઇલાયચી
  19. ૨ નંગલવિંગ
  20. પનીર
  21. કાજુ
  22. કોથમરી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ડુંગળી ને કાપી લેવી. પછી તેને એક પેન માં તેલ નાખી સાતળી લેવી. હવે તે ઠંડી થઈ જાય પછી મિક્સર માં પીસી લેવી અને એક બાઉલ માં કાઢી લેવી.ટામેટાં ને કાપી ને મિક્સર માં પીસી લેવા ને બાઉલ માં કાઢી લેવા.

  2. 2

    એક નાની તપેલી માં મગજતરીના બી અને ખસખસ નાખી થોડું પાણી નાખી ને ગરમ કરવું. થોડી વાર ઉકાળવુ. હવે તેને એક ગરણી માં નાખી ને તેના પર ઠંડું પાણી નાખવું. હવે તેને મિક્સર માં પીસી લેવું ને બાઉલ માં કાઢી લેવું.

  3. 3

    હવે ગેસ પર નોન - સિટક કઢાઈ મૂકી તેમાં તેલ નાખી કાજુ અને પનીર તળી લેવા. હવે તેલ વધુ હોય તો થોડું તેલ કાઢી લેવું ને તેમાં હવે આપને શાક ની ગ્રેવી બનાવીશું.

  4. 4

    તેલ ગરમ થઈ એટલે તેમાં તમાલપત્ર, તજ, લવિંગ, ઇલાયચી નાખવા. હવે આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખવી. હવે ટામેટાં ની પેસ્ટ નાખી ને સરખું મિક્સ કરવું. ટામેટાં ની પેસ્ટ તેલ છોડે ત્યાં સુધી તેને હલાવતા રેવું.

  5. 5

    તેલ છૂટે એટલે તેમાં બધા મસાલા નાખવા અને મિક્સ કરવું. લાલ મરચું પાઉડર આપના ટેસ્ટ મુજબ નાખવું.

  6. 6

    હવે ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરવું. હવે મગજતરિના બી અને ખસખસ ની પેસ્ટ નાખી મિક્સ કરવું.

  7. 7

    હવે ગ્રેવી ને થોડી વાર હલાવતા રેવું. હવે તેમાં બટર નાખી મિક્સ કરવું. હવે મલાઈ નાખી મિક્સ કરવું.

  8. 8

    હવે તેમાં કાજુ અને પનીર નાખી મિક્સ કરી લેવું. કાજુ અને પનીર આપના ટેસ્ટ મુજબ ઓછા વધુ નાખવા.

  9. 9

    હવે એક બાઉલ માં શાક કાઢવું. તેના પર કાજુ, પનીર, કોથમરી નાખી ગાર્નિશ કરી સર્વ કરવું.

  10. 10

    તો તૈયાર છે કાજુ પનીર બટર મસાલા શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vrutika Shah
Vrutika Shah @vrutikashah
પર
Jamnagar

ટિપ્પણીઓ

Similar Recipes