તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ૨ પાણી થી ધોઈ ને ૧૫ મિનિટ ચોખા પાણી માં પલાળી રાખો. એક નાના તપેલા માં ૧-૨ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી તેમાં મીઠું, લીલા વટાણા અને બટાકા ના નાના ટુકડા નાખી અધકચરા બાફી લો. જેથી પાછળ થી ચડતા વાર ના લાગે.
- 2
એક બીજા તપેલા માં પાણી ગરમ કરવા મૂકી તેમાં ચોખા રાંધવા મૂકી દો. ચોખા થવામાં ૫ મિનિટ ની વાર હોય એટલે કે ચોખો થોડોક કચો હોય એટલે તેને એક ચટણી માં નિતારી ને એક પહોળી થાળી માં કે વાસણ માં ખુલા કરી દો.
- 3
હવે એક મોટી કડાઈ માં અથવા મોટો તવો હોય તો તેમાં ૨ ચમચી બટર અને ૨ ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ એટલે તેમાં આદુ મરચાં નાખીને ૧ મિનિટ સુધી રહેવા દો. પછી તેમાં કાંદા,ફણસી, કેપ્સીકમ,ગાજર ના જીના સમારેલા કટકા નાખી બરાબર હલાવી ને ૫ મિનિટ ચડવા દો. બધું શાક ચડવા આવે પછી તેમાં ટામેટા ઉમેરી સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી પાઉંભાજી મસાલો અને કસુરી મેથી નાખી ટામેટા ચડે ત્યાં સુધી સાંતળો. (વધારે તીખા કરવા હોય તો ૧ ચમચી મરચું પાઉડર નાખી શકાય)
- 4
હવે તેમાં બાફેલા બટાકા અને વટાણા નાખી બરાબર મિક્સ કરો અને જો શાક આખું દેખાતું હોય તો મેસર થી થોડું મેસ કરી શકાય (વધારે મેસ ના કરવું, કયું શાક છે તે ઓળખવું જોઈએ)
- 5
હવે એક ચમચી ટોમેટો સોસ નાખી ને ૧ મિનિટ સુધી સાંતળો પછી તેમાં અડધા ભાત ઉમેરી ને બરાબર મિક્સ કરો પછી વધેલા બીજા ભાત નાખી ફરીથી બરાબર મિક્સ કરી ૧ મિનિટ ચડવા દેવું અને લીલા ધાણા નાખી દેવા. તૈયાર છે આપણા તવા પુલાવ. સર્વ કરતી વખતે લીંબુ ભાવે તો નાખી શકાય. (નોંધ: સર્વ કરવાના ૪-૫ કલાક પેલા બનાવી ને પછી તેને ગરમ કરી ને સર્વ કરવાથી વધારે ટેસ્ટી લાગે છે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#GA4#Week19#પુલાવ#વેજ તવા પુલાવ#VEG TAWA PULAO 😋😋 Vaishali Thaker -
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#LBપાઉં ભાજી સાથે તવા પુલાવ નું બેસ્ટ કોમ્બિંનેશન છે. બે દિવસ પહેલા મેં પાંઉ ભાજી બનાવી હતી,તો આજે મેં વિચાર્યું કે લંચ બોકસ માં તવા પુલાવ આપું. છોકરાઓને તવા પુલાવ બહુ જ ભાવે છે અને સ્કૂલ માં શાક રોટલી ખાતા નથી તો આવું કઇક આપો તો લંચ બોકસ ચોક્કસ ખાલી પાછો આવશે.પેટ પણ ભરાશે અને શાક અને ભાત પેટ માં પણ જશે. Bina Samir Telivala -
-
-
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆજે મે તવા પુલાવ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યો છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ