તુવેરના ઢેકરા (Tuver Dhekra Recipe in Gujarati)

Jeny Shah
Jeny Shah @26_Cooking
Bhavnagar

#KS1#TUVERNADHEKHRA

તુવેરના ઢેકરા (Tuver Dhekra Recipe in Gujarati)

#KS1#TUVERNADHEKHRA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ માટે
  1. વાટકો તુવેરના દાણા
  2. ૧ કપપાણી
  3. ૧ કપચોખા નો લોટ
  4. ૧/૪ કપજુવાર નો લોટ
  5. ૧/૪ઘઉં નો લોટ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ૧/૪મરી પાઉડર
  8. ચપટીહિંગ
  9. ચપટીહળદર
  10. ૧ કપકોથમીર
  11. તળવા માટે તેલ
  12. ૧/૩આદું મરચાં ની પેસ્ટ
  13. ૧/૩ખાંડ
  14. ૨ ચમચીસફેદ તલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ બધાં મસાલા ભેગા કરી લો.

  2. 2

    ત્યારબાદ એક પેનમાં પાણી નાખીને તેમાં મીઠું અને ખાંડ નાખી ને તુવેર ને બાફી લો (જેથી તુવેરના દાણા કલર લીલો જ રહે) અને બાફતી વખતે પેન ને ઢાંકવા નું નથી. (મિડીયમ ફલેમ રાખવી)

  3. 3

    બીજા પેનમાં ૧/૫ કપ જેટલું પાણી મૂકીને ૧ ચમચી તેલ નાખી ને બધાં મસાલા નાખીને ઉકાળો (એક વાત નું ધ્યાન રાખો કે તેલ વધારે ન પડી જાય નહીંતર ઢેખરા વાળતી વખતે તે છૂટા પડી જશે.)

  4. 4

    જુવાર નો લોટ, ઘઉં નો લોટ, ચોખાનો લોટ નાખવો.

  5. 5

    ત્યારબાદ તે બધા લોટ ને (આપણી ટ્રેડિશનલ ગુજરાતી રીતે વેલણ થી મિક્સ કરી લો.) પછી તુવેરના દાણા નાખી ને હલાવી લો.

  6. 6

    લોટ ને બાફવા માટે એક જાડી કડાહી લો અને તેમાં એક કાથો મૂકો, તેની ઉપર લોટ વાળું પેન ઢાંકીને મૂકી દો.(મિડીયમ ફલેમ રાખવી, જેથી કરીને લોટ બેસી ન જાય,( ૧૦ મિનિટ રાખવું)

  7. 7

    પછી તે થોડુંક ઠંડુ થઈ જાય એટલે તેમાં કોથમીર નાખી ને લોટ બાંધી લો.

  8. 8

    પછી તેના ઢેખરા વાળો.

  9. 9

    પછી તેને મિડીયમ ફલેમ રાખી ને તળી લો અને તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jeny Shah
Jeny Shah @26_Cooking
પર
Bhavnagar
My hobby is cooking,I love Dessert 🍩
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes