શેર કરો

ઘટકો

૪૦મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપતલ
  2. ૧ (૧/૨ કપ)ગોળ
  3. ૧ ટેબલ સ્પૂનઘી
  4. ૪-૫ તાંતણા કેસર
  5. ૧/૨ ટીસ્પૂનઈલાયચી પાઉડર
  6. પીસ્તા ની કતરણ ટુટીફૂટી, ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૪૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ તલને ધીમા તાપે શેકી લેવા. ત્યારબાદ તેને એક મોટી થાળીમાં સંપૂર્ણ ઠંડા થવા દો. હવે તેને મિક્સરમાં પીસી લો. બિલકુલ પાઉડર નથી કરવાનો.માત્ર બે થી ત્રણ વાર પલ્સ ઉપર મિક્સર ચલાવો.

  2. 2

    અહીં ફોટામાં બતાવ્યા પ્રમાણે તેને મિક્સરમાં પીસી લો. હવે તેને એક પ્લેટમાં કાઢી લઇ એ જ મિક્સર બાઉલમાં ગોળને પણ બે થી ત્રણ વાર પલ્સ ઉપર મિક્સરમાં ફેરવી લો.

  3. 3

    હવે આ ગોળમાં પીસેલા તલ એડ કરો. અને માત્ર એક જ વખત પલ્સ ઉપર મિક્સર ચલાવી બંને મિક્સ કરી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો.

  4. 4

    આ ઘી માં તૈયાર કરેલું મિશ્રણ નાખો અને ધીમા તાપે બે મિનિટ માટે શેકો. હવે 1 ટીસ્પૂન દુધમાં કેસર ઓગાળી તેમાં નાખો. અને મિક્સ કરો. હવે તેને એક પ્લેટમાં ઘી લગાવી અને ઠંડુ કરવા મુકો. બિલકુલ ઠંડુ પડે એટલે તેના મનપસંદ પીસ કરો. મેં અહીં round shape કટરની મદદથી પેંડા જેવો આકાર આપ્યો છે. તેની ઉપર પિસ્તાની કતરણ,ટુટીફ્રુટીથી ગાર્નિશિંગ કરો.

  5. 5

    આ 3 ગજબની પંદર દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes