બેસન કેક (Besan Cake Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#DFT
#cookpadguj
#cookpad
#cookpadindia
#Besancake મલાઈદાર બેસન કેક
દિવાળી પર મોહનથાળ ,મગસ, બુંદી વગેરે તો બેસનમાંથી આપણે બનાવીએ છીએ પણ આ વખતે મેં બેસન, મલાઈ - ડ્રાયફ્રુટ વાળી કેક બનાવી છે .આમાં ચાસણી કરવાની હોતી નથી. આમાં મલાઈ નાખવાથી લોટ કણીદાર બની જાય છે. એટલે જરા પણ ચીકાસ લાગતી નથી. અને ટેસ્ટ પણ એકદમ અલગ જ આવે છે.

બેસન કેક (Besan Cake Recipe In Gujarati)

#DFT
#cookpadguj
#cookpad
#cookpadindia
#Besancake મલાઈદાર બેસન કેક
દિવાળી પર મોહનથાળ ,મગસ, બુંદી વગેરે તો બેસનમાંથી આપણે બનાવીએ છીએ પણ આ વખતે મેં બેસન, મલાઈ - ડ્રાયફ્રુટ વાળી કેક બનાવી છે .આમાં ચાસણી કરવાની હોતી નથી. આમાં મલાઈ નાખવાથી લોટ કણીદાર બની જાય છે. એટલે જરા પણ ચીકાસ લાગતી નથી. અને ટેસ્ટ પણ એકદમ અલગ જ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧/૨ કપબેસન
  2. ૧/૪ કપમલાઈ
  3. ૧/૨ કપખાંડ
  4. ૩ ટેબલ સ્પૂનઘી
  5. ૫-૬ નંગ પીસ્તા
  6. ૫-૬ નંગ બદામ
  7. ૩-૪ કાજુ
  8. ૫-૬ તાંતણા કેસર
  9. ચપટી, કેસરી ફુડ કલર
  10. ૧/૨ ટીસ્પૂન ઈલાયચી પાઉડર
  11. ૨ ટેબલ સ્પૂનદૂધ

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધમાં કેસર ને પલાળી દો.હવે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકી તેમાં ધીમા ગેસે બેસનને શેકો. 5 થી 6 મિનિટ સુધી શેકવું.લોટ સરસ છે શેકાઈ જશે એટલે સુગંધ આવશે.ત્યારબાદ તેમાં મલાઈ નાંખી ફરીથી ધીમા તાપે બે મિનિટ માટે શેકો. લોટ સરસ કણીદાર તૈયાર થઈ જશે. હવે આ લોટને એક પ્લેટમાં કાઢી લો.

  2. 2

    હવે એ જ પેનમાં ફરીથી 1/2 કપ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં ખાંડ નાખો ચાસણી બનાવવાની નથી. માત્ર ચીકાશ પકડાય એટલે દૂધમાં કેસર રગદોળી અને તેમાં નાખો. ચપટી ફુડ કલર દુધમાં ઓગાળી ને નાખી દો. હવે આ તૈયાર થયેલ લીક્વીડ માં શેકેલો લોટ એડ કરો અને મિક્સ કરો

  3. 3

    ૫-૬ મિનિટ શેક્યા બાદ તરત જ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે. આ સ્ટેજ ઉપર ગેસ ઓફ કરી દેવો, ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરી લો. અને એક થાળી અથવા મોલ્ડ માં ઘી લગાવી તેમાં આ તૈયાર થયેલ મિશ્રણ પાથરી દો. સ્મૂધ કરી દો.તેની ઉપર પિસ્તા, કાજુ, બદામ ની કતરણ ચારેબાજુ લગાવી દો..દસ મિનિટ સુધી ઠંડું પડવા દેવું અને ત્યારબાદ મનપસંદ રીતે પીસ પાડવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes