કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#GA4
#WEEK22

નાના બાળકોથી લઇને મોટા સુધી બધા જ ખાઈ શકે એવા પીઝા આજે મેં બનાવ્યા છે... ઘઉંના લોટમાંથી બનેલી હોવાથી અને બધા જ શાક નો ઉપયોગ કર્યો હોવાથી એ હેલ્ધી પણ એટલા જ છે..

કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati)

#GA4
#WEEK22

નાના બાળકોથી લઇને મોટા સુધી બધા જ ખાઈ શકે એવા પીઝા આજે મેં બનાવ્યા છે... ઘઉંના લોટમાંથી બનેલી હોવાથી અને બધા જ શાક નો ઉપયોગ કર્યો હોવાથી એ હેલ્ધી પણ એટલા જ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ભાખરી માટે
  2. 2 કપઘઉંનો લોટ
  3. 1 ચમચીહિંગ
  4. 2-3 ચમચીઘી
  5. જરૂર મુજબ તેલ
  6. જરૂર મુજબ મીઠું
  7. જરૂર મુજબ પાણી
  8. ટોપિંગ માટે
  9. 2 નંગટામેટા
  10. 1 નંગલાલ કેપ્સીકમ(નાની સાઈઝ)
  11. 1 નંગપીળું કેપ્સીકમ(નાની સાઈઝ)
  12. 1 નંગલીલુ કેપ્સીકમ(નાની સાઈઝ)
  13. 1નાની બાફેલી મકાઈ
  14. 2-3મશરૂમ
  15. 2નાની સાઈઝ ની ડુંગળી
  16. થોડી કોબીજ
  17. થોડી કોથમીર
  18. 1 નંગલીંબુ
  19. જરૂર મુજબ મીઠું
  20. ચપટીહિંગ
  21. 1 ટી સ્પૂનમરી પાઉડર
  22. જરૂર મુજબ ટોમેટો સોસ
  23. 2-3ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભાખરીનો લોટ બાંધો(મેં અહીંયા લોટ માં ઘી તેલ મિક્સ મોણ નાખ્યું છે અને લોટ બાંધતી વખતે મીઠું અને હિંગ નાખેલ છે) ત્યારબાદ બધા શાકભાજીને ઝીણા સમારી લો

  2. 2

    એક બાઉલમાં ઝીણા સમારેલા શાકભાજી રાખો અને તેમાં ઉપર થી મરી પાઉડર, મીઠું, હિંગ, લીંબુ અને કૉથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો

  3. 3

    હવે તવા પર ધીમે તાપે નાની-નાની ભાખરી વણી અને શેકી લો..

  4. 4

    બધી ભાખરી(કોઈન) સરસ શેકાઈ ગયા બાદ હવે ઉપર તેમાં સોસ લગાવો

  5. 5

    ત્યારબાદ ઝીણા સમારેલા શાકભાજી ઉમેરો અને ઉપરથી ચીઝ સ્પ્રેડ કરો.. ઢાંકી ને 3 4 મિનિટ સુધી રાખો જેથી ચીઝ મેલ્ટ થઇ જાય અને ગરમા ગરમ કોઈન પીઝા સર્વ કરો... ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્થી.. જરુર બનાવો..

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

Similar Recipes