વેજ પીઝા(Veg Pizza Recipe in Gujarati)

Vibha Upadhya
Vibha Upadhya @cook_22149616
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પીઝા બેઝ
  2. ૭-૮ડુંગળી
  3. ૫-૬ટામેટાં
  4. ૧/૨કોબી
  5. ગાજર
  6. કેપ્સિકમ
  7. ૨૦૦ ગ્રામ ચીઝ
  8. ૧૦૦ ગ્રામ અમુલ બટર
  9. ૨ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  10. ૨ ટીસ્પૂનમરી પાઉડર
  11. ૨ ટીસ્પૂનમરચાં ની ભૂકી
  12. ૨ ટીસ્પૂનરેડ ચીલી સોસ
  13. ૨ ટીસ્પૂનગ્રીન ચીલી સોસ
  14. ૨ ટીસ્પૂનઓરેગાનો
  15. સ્વાદાનુસાર મીઠું
  16. ૨ ટેબલસ્પૂનતેલ
  17. ૨ ટીસ્પૂનટામેટા કેચપ
  18. ૨ ટીસ્પૂનલસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો. બધા વેજિટેબલ્સ ને ઝીણા ઝીણા સમારી લો.

  2. 2

    એક નોનસ્ટિક લોઢી લઈ તેને ગેસ પર ગરમ કરી તેમાં પીઝા ને બટર લગાવી ધીમા તાપે બ્રાઉન સેકો.ત્યારપછી ગ્રેવી તૈયાર કરવા માટે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં પહેલાં ડુંગળી ને ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ ઉમેરો, કોબી, ગાજર, ટામેટાં પણ ઉમેરી તેને સારી રીતે સાંતળો. ત્યારબાદ તેમાં મરચાં ની ભૂકી, મરી નો પાઉડર, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલ્લી સોસ, ટામેટાં કેચપ મીઠું, ઓરેગાનો, વગેરે ઉમેરી તેને બરાબર મિક્ષ કરો.

  3. 3

    હવે એક નોનસ્ટિક ની લોઢી ને ગેસ પર ધીમા તાપે ગરમ કરો. હવે તેમાં બટર લગાવી શેકેલો પીઝા મૂકી તેના પર લસણ ની ચટણી લગાવી ને વેજીટેબલ ગ્રેવી લગાવો. ત્યારબાદ તેની ઉપર ચીઝ ખમણી ને ઉમેરો. હવે તેની પર પાંચ મિનિટ માટે ધકકન ઢાંકી દો.

  4. 4

    તો તૈયાર છે વેજ ચીઝ પીઝા. તેનો આનંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Upadhya
Vibha Upadhya @cook_22149616
પર

ટિપ્પણીઓ

Similar Recipes