કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe in Gujarati)

Komal Doshi
Komal Doshi @komal
Dubai

#KS-2
કોદરી ડાયાબિીસવાળા લોકો માટે ખૂબ જ ઉત્તમ અને પૌષ્ટિક વાનગી છે. પુલાવ આપડે આમ તો બાસમતી ચોખા માંથી બનાવી એ છે પણ કોદરી માંથી બનાવેલ પુલાવ પણ એટલો જ સ્વાદિષ્ટ બને છે .

કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe in Gujarati)

#KS-2
કોદરી ડાયાબિીસવાળા લોકો માટે ખૂબ જ ઉત્તમ અને પૌષ્ટિક વાનગી છે. પુલાવ આપડે આમ તો બાસમતી ચોખા માંથી બનાવી એ છે પણ કોદરી માંથી બનાવેલ પુલાવ પણ એટલો જ સ્વાદિષ્ટ બને છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
૩ લોકો
  1. ૧ કપકોદરી
  2. ૧/૨ગાજર
  3. ૧/૪ કપવટાણા
  4. ૧/૪ કપશિમલા મિર્ચ
  5. નાનું ટમેટું
  6. મોટી ડુંગળી
  7. લીલાં મરચાં
  8. ૧/૨ ચમચીઆદું
  9. ૮-૧૦ લીમડા ના પાન
  10. ચક્ર ફૂલ
  11. નાના ટુકડા તજ
  12. ૪-૫લવિંગ
  13. ૧ ચમચીહળદર
  14. ૧ ચમચીધાણાજીરૂ
  15. ૧ ચમચીલાલ મરચું
  16. ૧ ચમચીગરમ મસાલો
  17. ૧ ચમચીબિરયાની મસાલા
  18. ૨ ચમચીઘી
  19. મીઠું સ્વાદાનુસાર
  20. ૧/૨ ચમચીજીરૂ
  21. ૧ ચપટીહિંગ
  22. ૪-૫ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ આપડે કોદરી ને ૨-૩ વાર પાણી થી ધોઈ લઈશું. અને ૪-૫ કલાક માટે પલાળી ને રાખશું.

  2. 2

    ૪-૫ કલાક પછી આપડે હવે પુલાવ બનાવાની ત્યારી કરીશું. બધા શાક ને સમારી ને ત્યાર કરી લઈશું. તમે તમારા મનગમતા શાકભાજી ઉમેરી શકો છો.

  3. 3

    હવે એક કઢાઈ માં ઘી ગરમ કરીશું. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખીશું.જીરૂ તતડે એટલે તેમાં લીલા મરચાં,લીમડો, હિંગ અને આદું ઉમેરિશુ.

  4. 4

    આદુ ને મરચાં સતદાય જાય એટલે હવે તેમાં ડુંગળી ઉમરીને થોડી વાર લાલ થાય ત્યાં સુધી શેકીશું

  5. 5

    હવે આપડે તેમાં બધા શાક ઉમેરીશું.

  6. 6

    શાક ને આપડે ચઢવા નહી દઈએ કારણ કે કોદરી ને ચઢતા ૨૦ મિનીટ થશે. ત્યાં સુધી માં શાક પણ ચઢી જશે. એટલે તરત જ તેમાં બધા મસાલા જેમકે લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો અને મીઠું નાખી ને તુરંત જ કોદરી પણ નાખી દઈશું.

  7. 7

    બરાબર હલાવી લો. અને તેમાં હવે આપડે ૩ કપ જેટલું પાણી ઉમેરી ને અને ઢાંકી દેવું.

  8. 8

    ૧૦ મિનિટ પછી આપડે હવે એને એક વાર જોઈ લઈશું. જો કોદરી હજી ચઢી ના હોય તો તેમાં ફરી એક થી 1-1/2 કપ જેટલું પાણી ઉમેરી ને તેને બરાબર હલાવી ને ચઢવા દો. અને સાથે તેમાં બિરયાની નો મસાલો પણ નાખીશું. આપડે જ્યારે તેમાં પાણી ઉમેરી એ ત્યારે એક વાર ચાખી લેવું. જો કઈ મસાલો ઓછો લાગે તો ઉમેરી દઈશું.

  9. 9

    ૭-૮ મિનિટ પછી હવે ફરી એક વાર જોઈ લઈશું. કોદરી બરાબર ચઢી ગઈ છે. એને ગરમ ગરમ પાપડ અને દહીં સાથે પીરશિશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Doshi
Komal Doshi @komal
પર
Dubai
I'm very passionate about cooking. like to try new new recipes. for that I thank to my family who always support me.
વધુ વાંચો

Similar Recipes