પપૈયા પુડીંગ (Papaya Pudding Recipe In Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ ટી સ્પૂનપાણી
  2. ૧ કપદુધ
  3. ૧ કિલોપપૈયું
  4. ટે. સ્પૂન ખાંડ
  5. ૨ ટી સ્પૂનકોર્ન ફ્લોર
  6. ટીપા વેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પપૈયાને ધોઈ, તેની છાલ કાઢી, તેના ટુકડા કરી લેવા. હવે તેને મીક્ષરમાં લેવા, તેમાં ખાંડ નાખી ક્રશ કરી એકદમ નરમ પ્યુરી બનાવવી.

  2. 2

    હવે એક વાટકીમાં કોર્નફ્લોર લઈ તેમાં પાણી નાખી ઓગાળવો. ત્યારબાદ ધીમી આંચ પર ગેસ ચાલુ કરી, તેના પર એક તાવડીમાં દુધ ગરમ કરવા મુકવું. તેમાં ઓગાળેલ કોર્નફ્લોર નાખી હલાવતા જવું.

  3. 3

    હવે તેમાં વેનીલા એસેન્સ નાખી હલાવતા જવું. સતત ૧૦-૧૨ મિનીટ હલાવતા જવું. હવે તે ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડું થવા દેવું.

  4. 4

    ત્યારબાદ આ મિશ્રણને પપૈયાંની પ્યુરીમાં નાખી મીક્ષરમાં મીક્ષ કરી લેવું.

  5. 5

    હવે પપૈયાનું પુડીંગ તૈયાર છે. એને પ્લાસ્ટિકના ડબ્બા અથવા જુદા જુદા મોલ્ડમાં કાઢી, ૫-૬ કલાક માટે ફ્રીઝમાં મુકી દેવું. ત્યારબાદ તેમાથી કાઢી કોપરાની કે બદામની કતરણથી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes