કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 min
4 સર્વિંગ્સ
  1. ❇️કડાઈ મસાલા માટે
  2. 2 ટે સ્પૂનઆખા ધાણા
  3. 1 ટે સ્પૂનજીરૂ
  4. 2 નંગકશ્મીર આખા મરચા
  5. 1/2 ટે સ્પૂનમીઠું
  6. ❇️ગ્રેવી માટે
  7. 1 નંગબારીક સમારેલી ડુંગળી
  8. 2 નંગટામેટાં ની પ્યુરી
  9. 1 ટે સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  10. 1 ટે સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  11. 1-1/2 ટે સ્પૂનકશ્મીરી લાલ મરચું
  12. 1 ટે સ્પૂનધાણાજીરું
  13. 1 ટે સ્પૂનહળદર
  14. 1તમાલપત્ર
  15. 1મોટી એલચો
  16. 2લવિંગ
  17. 1 ટે સ્પૂનગરમ મસાલો
  18. 1/2 ટે સ્પૂનકસૂરી મેથી
  19. 1/4 ટે સ્પૂનખાંડ
  20. 2 ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ
  21. 1 નંગમોટી ડાઈઝ કટ કરેલ ડુંગળી
  22. 1 નંગમોટું ડાઈઝ કટ કરેલ કેપ્સીકમ
  23. 1 નંગમોટું ડાઈઝ કટ કરેલ ટમેટું
  24. 10-15 નંગકટ કરેલ પનીરના પીસ
  25. 2 ટેબલ સ્પૂનતેલ
  26. 2 ટેબલ સ્પૂનબટર
  27. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

60 min
  1. 1

    કડાઈ મસાલો બનાવવા માટે એક પેનમાં આખી ધાણી, જીરૂ, મીઠું અને મરચા લઈ 5 મિનિટ ડારય રોસ્ટ કરો. ઠંડુ થયા પછી તેને મીકસર માં થોડું કરકરું પીસી લો.

  2. 2

    પહેલા તો બધા વેજીટેબલ કટ કરીલો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ અને બટર લઈ તેમાં તમાલપત્ર, એલચો, લવિંગ ને સોતે કરીલો. ત્યારબાદ તેમાં બારીક સમારેલી ડુંગળી એડ કરો. હવે આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ એડ કરો. હવે લાલ મરચું પાઉડર, હળદર અને ધાણાજીરૂ ઉમેરો અને મસાલા સાથે ડુંગળી ને 2 થી 3 મિનિટ સોતે કરી લો. હવે તેમાં ટામેટાં પ્યુરી ની પ્યુરી એડ કરો. ટામેટાં નું પાણી બળી જાય અને તેલ દેખાવા લાગે એટલે ગેસ ઓફ કરી લો.

  4. 4

    હવે બીજા એક પેનમાં 1 ચમચી ઘી લઈ તેમાં મોટી કટ કરેલ ડુંગળી, કેપ્સીકમ ને શેકી લો. ડુંગળી અને કેપ્સીકમ થોડા સોફ્ટ થાય એટલે ટામેટાં એડ કરો. બધા શાકને 5 મિનિટ સ્ટર ફાય કરો. હવે તેમાં 1 ટે સ્પૂન કડાઈ મસાલો નાખી હલાવી લો. તેને બનાવેલ ગ્રેવી માં એડ કરો.

  5. 5

    એજ પેનમાં ફરી 1 ટે સ્પૂન ઘી કે બટર લઈ પનીર એડ કરો તેને પણ 5 મિનિટ સ્ટર ફાય કરો. હવે તેમાં પણ 1 ટે સ્પૂન કડાઈ મસાલો ઉમેરી હલાવી લો અને ગ્રેવી માં એડ કરો.

  6. 6

    હવે સ્બજી માં 1/2કપ પાણી ઉમેરી ને ઢાંકણ લગાવી ને 5-7 મિનિટ કુક કરો. હવે તેમાં ગરમ મસાલો, કસૂરી મેથી અને ફ્રેશ ક્રીમ ઉમેરી 2 મિનિટ પછી ગેસ બંધ કરો. તો રેડી છે આપણી કડાઈ પનીર.

  7. 7

    ગરમા ગરમ કડાઈ પનીર ને બટર રોટી, સલાડ અને પાપડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes