લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ચાર લોકો માટે
  1. 1/2 કિલો બટાકા
  2. જરૂર મુજબ પાણી બટેટાને બાફવા માટે
  3. 100 મીલી. તેલ
  4. 1/2ચમચી રાઈ
  5. 1 ચમચીજીરૂ
  6. 250 ગ્રામ લીલું લસણ
  7. ૨ નંગલીલા મરચાં અને એક નાનકડો ટુકડો આદું
  8. ૧ નંગટમેટું
  9. 2 નંગતમાલપત્ર અને બે નંગ સુકા લાલ મરચા
  10. 1/2ચમચી હળદર
  11. 2 ચમચીમરચાની ભૂકી
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. 1/2ચમચી ગરમ મસાલો
  14. મીઠું સ્વાદાનુસાર
  15. 1 ચમચીગોળ
  16. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સર્વપ્રથમ 250 ગ્રામ લીલું લસણ લેવાનું ત્યારબાદ તેના છોતલા કાઢી અને તેને ઝીણું ઝીણું સમારી લેવાં ત્યારબાદ તેમાં ૨ નંગ લીલા મરચા ઝીણા સમારીને અને એક નાનકડો ટુકડો આદુનો ખમણીને ઉમેરવાનો

  2. 2

    ત્યાર બાદ 1/2 કિલો બટેટી લેવાની ત્યારબાદ તેને પાણીની મદદથી બે થી ત્રણ વાર ધોઈ લેવાની ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને બાફવા માટે મુકવાની ૪ સીટી થવા દેવાની

  3. 3

    બટાકા બફાઈ જાય ત્યારબાદ તેની છાલ કાઢી લેવાની ત્યારબાદ એક નાનકડું લેવાનું અઙને તેને ઝીણી સમારી લેવાનું અને બે નંગ તમાલપત્ર અને બે નંગ સુકા લાલ મરચાં લેવાના

  4. 4

    આ બધું જ થઈ જાય ત્યારબાદ એક તપેલું લેવાનું તેમાં ૧૦૦ એમએલ તેલ ઉમેરવાનું તેલ થઈ જાય ત્યારબાદ તેમાં 1/2ચમચી રાઇ ઉમેરવાની

  5. 5

    રાઈ તતડી જાય ત્યારબાદ તેમાં એક ચમચી જીરૂ ઉમેરવાનું અને તમાલ પત્ર અને લાલ મરચાં ઉમેરવાના આ બધું જ ઉમેર્યા બાદ તેમાં આપણે જે લસણ આદુ અને મરચાની સુધાર્યા હતા તે તેલમાં ઉમેરી દેવાનુ

  6. 6

    લસણ ઉમેર્યા બાદ આપણે જે ટમેટું ઝીણું સમારેલું હતું તે તેમાં ઉમેરી દેવા નું ત્યારબાદ તેમાં 1/2ચમચી હળદર અને ૨ ચમચી મરચાની ભૂકી ઉમેરવાની

  7. 7

    મરચાની ભૂકી ઉમેર્યા બાદ તેમાં એક ચમચી ધાણાજીરુ અને 1/2ચમચી ગરમ મસાલો ઉમેરવાનો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું

  8. 8

    આ બધું જ ઉમેરાઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી ગોળ અને ૧ નંગ લીંબુ નો રસ ઉમેરવાનો ત્યારબાદ આ બધાને મિક્સ કરી લેવાનું અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવવાનું

  9. 9

    ગોળ ઓગળી જાય અને થોડુંક ઉપડી જાય ત્યારબાદ તેમાં આપણે જ બટેકી બાકી હતી તે તેમાં ઉમેરી દેવાની અને ચમચા ની મદદથી બધાને મિક્સ કરી લેવાનું

  10. 10

    બધું જ મિક્સ કર્યા બાદ તેને બે મિનિટ માટે થવા દેવાનું તો તૈયાર છે આપણી આ સ્વાદિષ્ટ લીલા લસણ વાડી બટેટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર

Similar Recipes