આલુ ગોભી (Aloo Gobhi Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 300 ગ્રામફ્લાવર
  2. 2 નંગ‌બટાકા
  3. 1 કપવટાણા
  4. 3 નંગટામેટા
  5. 3 મોટી ચમચીતેલ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીજીરૂ
  8. 1 ચમચીકસુરી મેથી
  9. 1/4 કપ‌કોથમીર
  10. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. 1 ચમચીપાવ ભાજી મસાલો
  13. 1 ચમચીછોલે મસાલો
  14. 1/2 ચમચીચાટ મસાલો
  15. મીઠું સ્વાદ મુજબ
  16. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સો પ્રથમ ફ્લાવર અને બટાકા ને સમારી લેવા. અને ટામેટા ને પણ ઝીણા સમારી લેવા. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.

  2. 2

    ત્યારબાદ તેમાં ૧ નાની ચમચી જીરું અને હળદર ઉમેરો. હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા એડ કરવા. અને થોડીવાર માટે ચડવા દેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં કસુરી મેથી અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં મીઠું લાલ મરચું અને ધાણાજીરું એડ કરી બરાબર મિક્સ કરો.

  4. 4

    તેલ‌ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવું. હવે તેમાં ચાટ મસાલો,પાવ ભાજી મસાલો અને છોલે મસાલો ઉમેરી મિક્સ કરો.

  5. 5

    હવે તેમાં લીલાં વટાણા એડ કરી ઢાંકણ ઢાંકી થોડી વાર ચઢવા દો. એક કડાઇ માં તેલ ગરમ કરવા મુકો. હવે તેમાં ફ્લાવર અને બટાકાને તળી લો.

  6. 6

    ત્યારબાદ તળેલા ફ્લાવર અને બટાકાને ટામેટાની ગ્રેવીમાં એડ કરી બરાબર મિક્સ કરવું. હવે તેમાં થોડું પાણી એડ કરી થોડી વાર ચડવા દો.

  7. 7

    તૈયાર થયેલ સબ્જી ને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes