કાઠિયાવાડી બાજરીનો રોટલો (Kathiyawadi Bajri Rotlo Recipe In Gujarati)

Meera Sanchaniya
Meera Sanchaniya @Meerafoodhouse
Rajkot

કાઠિયાવાડી બાજરીનો રોટલો (Kathiyawadi Bajri Rotlo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
1 સર્વિંગ
  1. ૧ કપબાજરીનો લોટ
  2. મીઠુ સ્વાદ અનુસાર
  3. ૧ કપપાણી
  4. માટીની તાવડી

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    પહેલા બાજરીનો લોટ ચાળીને લેવો અને તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું

  2. 2

    ત્યારબાદ ધીમે ધીમે પાણી ઉમેરી લોટ બાંધવો અને લોટ બહુ કઠણ કે ઢીલો ના બાંધવો.

  3. 3

    ત્યારબાદ હાથથી મસળી એકરસ કરવો અને ગોળ લાડવા જેવુ કરવું અને માટીની તાવડી ગેસ પર ગરમ કરવા મુકવી.

  4. 4

    હાથમાં પાણી લગાવી બંને હાથનો ઉપયોગ કરી તેને હાથેથી ગોળ વણવો.જો હાથથી ના ફાવે તો રોટલી વણવાના પાટલા પર કપડુ પાથરી તેના પર કણક રાખી 1 હાથથી ગોળ વણવું.

  5. 5

    તાવડી ગરમ થઇ જાય ત્યારબાદ તેમા રોટલો મુકવો. બંને બાજુ શેકવો.

  6. 6

    બંને બાજુ શેકાય જાય ત્યારબાદ તેને તાવડીમાંથી ઉતારી તેના પર ઘી લગાવી ગરમ ગરમ સવઁ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Sanchaniya
Meera Sanchaniya @Meerafoodhouse
પર
Rajkot
Real cooking is more about following your heart than following recipes.Cooking is like love 💞
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes