મેગી દાળ તડકા ખીચડી (Maggi Dal Tadka khichdi Recipe in Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

મેગી દાળ તડકા ખીચડી (Maggi Dal Tadka khichdi Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫_૩૦ મિનિટ
૩ લોકો
  1. ૧/૨ કપમગની ફોતરા વગર ની દાળ(મોગર દાળ)
  2. ૧/૨ કપજીરાસર ચોખા
  3. ૧/૨ કપઘઉં ફાડા
  4. ૧/૨ ટીસ્પૂનહિંગ
  5. ૧/૨ ટીસ્પૂનહળદર પાઉડર
  6. ૧ ટીસ્પૂનજીરુ
  7. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  8. ૧ ટીસ્પૂનઆદુ_ લસણની પેસ્ટ
  9. સમારેલી લીલા મરચા
  10. સમારેલી ડુંગળી
  11. ૧ ટીસ્પૂનમીઠું(જરૂર મુજબ)
  12. ૧ ટીસ્પૂનધાણા_જીરું પાઉડર
  13. ૨ ટેબલસ્પૂનઘી
  14. ૧ ટીસ્પૂનરેડ ચીલી સોસ
  15. ૪_૫ લીમડાના પાન
  16. પેકેટ મેગી મસાલા મેજિક

રાંધવાની સૂચનાઓ

૨૫_૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ,ચોખા અને ઘઉં ફાડા ને ધોઈ ૧૫ મિનિટ માટે પલાળી ને સાઇડ માં રાખવું,

  2. 2

    હવે કુકર મા ડાયરેક્ટ વઘાર કરવો, પેલા ઘી નાખવું,ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી લીલા મરચા અને લીમડાના પણ નાખવા,હવે તેમાં હિંગ,હળદર,લાલ મરચું અને ધાણા_ જીરું નાખી ડુંગળી અને આદુ_ લસણ ની પેસ્ટ નાખવી અને સોતે કરી તેમાં પલાળેલા દાળ,ચોખા અને ઘઉં ફાડા નાખી દેવા અને મિક્સ કરવું,હવે તેમાં રેડ ચીલી સોસ,મીઠું અને મેગી મસાલા મેજિક ના બંને પેકેટ ખોલી ને મસાલો નાખી દેવો,

  3. 3

    હવે દાળ,ચોખા અને ઘઉં ફાડા જે કપ ના માપ થી લીધા હોય એ જ કપ થી પાણી નાખવું કુકર માં,૧ કપ ખીચડી માં ૪ કપ પાણી જોઈએ,તો અહી આપણે ટોટલ ૧.૫ કપ લીધા છે તો ૬ કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી ૬_૭ સિટી મારી લેવી અને ગેસ બંધ કરવું,

  4. 4

    હવે ૧૫_૨૦ મિનિટ સુધી ખીચડી સિજવવા દેવાની,પછી સરવિગ બાઉલ માં કાઢી તેની પર લીલા ધાણા થી ગાર્નિશ કરી ને પ્લેટિંગ કરવું તેને રોટલી,ડુંગળી_ ટામેટા નું સલાડ,લાલ ચટણી,આથેલા લીલા મરચા, પાપડ અને મસાલા છાસ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Ved
Sunita Ved @cook_25903171
પર
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes