સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપાણી
  2. 1 નંગટામેટાની પ્યુરી
  3. 1સમારેલ લીલું મરચું
  4. સમારેલ કોથમીર
  5. 1 ચમચો તેલ
  6. 1/2 ચમચીરાઈ
  7. 1/2 ચમચીમરચું પાઉડર
  8. 1/4 ચમચીહળદર
  9. 1 ચમચીધાણાજીરું
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 1/2ગોળ/ખાંડ (ઓપશનલ)
  12. 3 નંગસરગવાની સિંંગ
  13. 1 બાઉલ ચણાનો લોટ
  14. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સરગવાની સિંગને પાણીથી ધોઈ,બંને સાઈડના ડિટયા દૂર કરી, 3-4 મોટા ટુકડા કરી લેવા.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી, રાઈ ઉમેરો.રાઈ તતળે એટલે હિંગ અને મરચું પાવડરથી, ટોમેટો પ્યુરી, સરગવાની શીંગ અને લીલુ મરચું વઘારી લો. બરાબર હલાવી, ઉપરોક્ત મસાલા ઉમેરી, તેને મિક્સ કરી લો. હવે તેમાં એક કપ પાણી ઉમેરો. હવે મીઠું તેમજ ગોળ/ખાંડ ઉમેરી, સિંગને ધીમા તાપે ઢાંકીને 5-7 મિનિટ ચડવા દો.

  3. 3

    શીંગ બફાઈ ગયા બાદ ઉકળતા રસા માં ધીમે ધીમે ચણાનો લોટ ઉમેરી, હલાવતા રહો. સિંઘ બફાયેલી હોય, તેને ધીમે ધીમે હલાવવી જેથી તે તૂટે નહીં.1-2 મિનિટ પછી ગેસ પરથી ઉતારી, કોથમીર વડે સજાવો. તો તૈયાર છે સરગવાનું ચણાના લોટવાળું શાક, જે દાળ, ભાત અને રોટલી સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

Similar Recipes