સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4સરગવાની શીંગ
  2. 3 ચમચીબેસન
  3. 1 ગ્લાસછાશ
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. વઘાર માટે..
  9. 1 મોટો ચમચોતેલ
  10. 1 ચમચીરાઈ
  11. 1/2 ચમચીજીરૂં
  12. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સરગવાની શીંગને ધોઈ તેના લાંબા પીસ કરી લો.

  2. 2

    પછી તેને કુકરમાં નાખી તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી નાખી એક વ્હીસલ કરી લો.અને ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ-જીરું અને હિંગ નાખી વઘાર કરો ત્યારબાદ તેમાં બાફેલી સરગવાની શીંગ પાણી સહિત નાખી દો.

  4. 4

    પછી તેમાં મરચું પાઉડર,મીઠું,હળદર અને ધાણાજીરું નાખી એક મિનિટ ઉકાળો.

  5. 5

    હવે છાશમાં બેસન નાખી ગાઠાંના રહે તે રીતે મિક્સ કરી લો.

  6. 6

    આ બેસનવાળા મિશ્રણને શાક માં નાખી ધીમે ધીમે મિક્સ કરો જેથી શીંગ તૂટી ન જાય.

  7. 7

    મિશ્રણ લચકા પડતું થઈ જાય પછી ગેસ બંધ કરી દો.હવે આપણું શાક તૈયાર છે. તેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરો.

  8. 8

    તો તૈયાર છે આપણું સરગવાની શીંગનું લોટવાળું શાક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes