બાફલા બાટી અને દાળ (Bafla Bati Dal Recipe In Gujarati)

Santosh Vyas
Santosh Vyas @cook_20352350
Ahmedabad

#GA4
#Week25
#રાજસ્થાની

બાફલા બાટી અને દાળ (Bafla Bati Dal Recipe In Gujarati)

#GA4
#Week25
#રાજસ્થાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. ૫૦૦ ગ્રામ ઘઉં નો જાડો લોટ
  2. ૧ કપદહીં
  3. ચપટીહળદર
  4. ૧ ટેબલસ્પૂનઘી અથવા તેલ
  5. ૧ ટીસ્પૂનઅજમો
  6. સ્વાદ અનુસારમીઠું
  7. પાણી જરૂર મુજબ
  8. ૧/૨ કપમસૂર દાળ
  9. ૧ કપતુવેર દાળ
  10. ૧/૨ કપમગ ની ફોતરા વાળી દાળ
  11. ડુંગળી
  12. આદુ નો ટુકડો
  13. ૫-૬ કળી લસણ
  14. લીલું મરચું
  15. ટામેટું
  16. ૧ ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  17. ૧/૨ ટીસ્પૂનહળદર
  18. ૧ ટીસ્પૂનધાણા પાઉડર
  19. ૧ ટેબલ સ્પૂનઘી
  20. ૧ ટીસ્પૂનજીરુ
  21. ચપટીહિંગ
  22. ૧ કપઝીણી સમારેલી કોથમીર
  23. સર્વીંગ માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો જાડો લોટ લઈ એમાં મોણ માટે ઘી અથવા તેલ નાંખો, અજમો, હળદર, મીઠું અને દહીં નાખી બધું બરાબર મિક્સ કરો. હવે જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો.

  2. 2

    હવે આ લોટ મા થી મોટા લુવા બનાવો અને એમને લંબગોળ આકાર આપી સ્ટીમ કરી લો.

  3. 3

    ૩૫ મિનિટ સુધી મધ્યમ તાપે થવા દહીં આ બાફ્લા ને કાઢી ઠંડા થવા દો. ઠંડા થઇ જાય એટલે એમને કટ કરી લો.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થઇ જાય એટલે આ બફલા ને એમાં તળી લો. ક્રિસ્પી તળાઈ જાય એટલે કાઢી લો. બાફ્લા બાટી તૈયાર છે.

  5. 5

    દાળ માટે બધી દાળ ને મિક્સ કરી ધોઈ કૂકર માં લઇ ને એમાં થોડી હળદર અને મીઠું તથા એક ચમચી ઘી નાખી બાફી લો.

  6. 6

    દાળ બફાઈ જાય એટલે એને બ્લેન્ડર થી મિક્સ કરી લો. હવે એક કડાઈમાં માં ઘી અથવા તેલ ગરમ કરો એમાં જીરુ અને હિંગ નાખી જીરુ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સમારેલી ડુંગળી આદું લસણ અને લીલાં મરચાં નાખી સાંતળો.

  7. 7

    ડુંગળી ગુલાબી શેકાઈ જાય એટલે ટામેટાં ની પેસ્ટ નાખો અને બધાં મસાલા નાંખી તેલ છૂટું પડે ત્યાં સુધી શેકો. જરૂર મુજબ પાણી નાખતાં જાઓ. જ્યારે બધા મસાલા શેકાઈ જાય એટલે બાફેલી દાળ એડ કરો અને એક બે ઉભરા આવે ત્યાં સુધી થવા દો.

  8. 8

    કોથમીર નાખી ગેસ બંધ કરો. હવે એક પ્લેટ મા દાળ લઈ ઉપર થી બફલ બાટી મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Santosh Vyas
Santosh Vyas @cook_20352350
પર
Ahmedabad
I love cooking..it is my stress buster... love to innovate things.. all I do this for my daughter😍
વધુ વાંચો

Similar Recipes