દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)

Nayana Gandhi
Nayana Gandhi @cook_26272452
Vapi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૩-૪
  1. બાટી બનાવવા માટે :
  2. ૨ કપઘઉં નો લોટ
  3. ૨ ચમચીરવો
  4. સ્વાદાનુસારમીઠું
  5. ૧ ચમચીઅજમો
  6. ૨-૩ ચમચી ઘી
  7. જરૂર મુજબ પાણી લોટ બાંધવા
  8. દાળ બનાવવા માટે :
  9. ૧/૪ કપછાડાવાળી મગની દાળ
  10. ૧/૪ કપમસૂર દાળ
  11. ૧/૪ કપતુવેર દાળ
  12. સ્વાદાનુસારમીઠું
  13. ૧ ચમચીહળદર
  14. ડુંગળી ઝીણી સમારેલી
  15. ૧ નંગતમાલત્ર
  16. સૂકું લાલ મરચુ
  17. ૨ ચમચી ઘી વઘાર માટે
  18. ટામેટું જીણું સમારેલું
  19. સ્વાદાનુસારમીઠું
  20. ૧-૨ ચમચી મરચું
  21. ૧ ચમચીધણાજીરું
  22. ૧ ચમચીગરમ મસાલો
  23. ૧ વાટકીઘી સર્વ કરવા

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    બાટી બનાવવા : સૌ પ્રથમ એક વાસણ માં ઘઉંનો લોટ લો તેમાં મીઠું ઉમેરો અને ઘીનું મોણ ઉમેરી ભાખરી જેવો કઠણ લોટ બાંધવો..

  2. 2

    હવે બાટી જેવા નાના લુવા કરી લો. બાટી માટે ગોળ લુવો કરી એના પર ચપ્પુ વડે x અથવા + નું સાઈન કરી લો..

  3. 3

    હવે બાટી ને કુકર થોડું ઘી નાખી બાટી ને ગોઠવી દો અને દર ૨-૩ મિનિટે કુકર ને હલાવવું.. ૧૦-૧૨ મિનિટ માં બાટી શેકાઈ જશે..હવે કુકર ખોલી ને જોઈશું તો બાટી તૈયાર છે..

  4. 4

    હવે દાળ બનાવવા માટે : એક વાસણ માં મસૂર દાળ, તુવેર દાળ અને છાલ વાળી મગ ની દાળ લઈ બરાબર ધોઈ કુકર મા બાફી લો..

  5. 5

    દાળ બફાઈ જાય પછી તેમાં 2 કપ ગરમ પાણી રેડો.. અને બરાબર મિક્સ કરી લો..

  6. 6

    હવે વઘાર કરવા માટે એક વાસણમાં ઘી લો અને ગરમ કરો..એમાં રાઈ ઉમેરો. રાઈ ફુટે એટલે જીરું અને હિંગ નાખો.

  7. 7

    હવે એમાં ડૂંગળી ને સાંતળી લો.સાથે એમાં ૧ સૂકું લાલ મરચુ અને તમાલપત્ર નાખો.. હવે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો.. હવે એમાં ટામેટું નાખી મિક્સ કરી લો..

  8. 8

    હવે ટામેટા સાથે મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરો ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી એની બરોબર મિક્સ કરો..

  9. 9

    ટામેટુ ચડી જાય પછી તેમાં હળદર મરચું ગરમ મસાલો ધાણાજીરું બધું નાખી બરાબર બે મિનિટ જેવું એને સાંતળી લો.. સાંતળી લઈએ પછી એ બધો વઘાર દાળ માં નાખી દો.

  10. 10

    અને દાળ ને બરાબર ચડવા દો મીઠું સ્વાદાનુસાર નાખી દો.. તૈયાર છે દાળ બાટી.. દાળ બાટી સાથે ડુંગળી અને ચટણી પણ સાથે સર્વ કરી શકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayana Gandhi
Nayana Gandhi @cook_26272452
પર
Vapi
મને રસોઈ બનાવવી બહુ જ ગમે છે. મારા ઘર માં બધાને મારા હાથ ની રસોઈ બહુ જ ભાવે છે. મને મારું ટેલેન્ટ બતાવવા માટે નું આ ખૂબ જ સરસ પ્લેટૉર્મ છે. અને મને બઉ જ ખુશી થશે તમને નવી નવી રીત થી રેસિપી બનાવી ને બતાવવાનું. તમારો ખૂબ ખૂબ આભાર.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes