રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યકિત
  1. દાળ માટે======
  2. 2 ટેબલ સ્પૂનતુવેર દાળ
  3. 1 ટેબલ સ્પૂનચણા દાળ
  4. 1 ટેબલ સ્પૂનમગની મોગર દાળ
  5. 1 ટેબલ સ્પૂનમગની ફોતરા વાળી દાળ
  6. 1 ટેબલ સ્પૂનમસૂર ની દાળ
  7. દાળ ના મસાલા માટે++++
  8. 1ટામેટું
  9. 2 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીધાણા જીરું પાઉડર
  11. 1/2 ચમચી હળદર પાઉડર
  12. 1/2 નંગ લીબુનો રસ
  13. 1 ચમચીગરમ મસાલો
  14. 1તજ નો ટુકડો
  15. 1લવિંગ
  16. 1 નંગતમાલ પત્ર
  17. 1આખું લાલ મરચું
  18. 3 ચમચીતેલ વગાર માટે
  19. 1/2 ચમચી રાઈ
  20. 1 ચમચીહિંગ
  21. મીઠું સ્વાદાનુસાર
  22. બાટી માટે*****
  23. 1/2 કપ ઘઉંનો જાડો લોટ
  24. 1/2 કપ ઘઉંનો ઝીણો લોટ
  25. 3 મોટી ચમચીતેલ મોણ માટે
  26. મીઠુ સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બધી દાળ ભેગી કરીને ધોઈ 2થી 3કલાક પલાળી. બાફતી વખતે એક ટામેટું નાંખી 3/4 સિટી બોલાવી લો.

  2. 2

    પછી બ્લેન્ડર ફેરવી દો. પછી એક પેન માં વગાર માટે તેલ મૂકી તેમાં રાઈ અને હિંગ નાખી તતડે એટલે ગેસ ધીમો કરી તજ, લવિંગ તમલપત્ર, લાલ મરચું નાખીને દાળ નાખો જરૂર મુજબ પાણી ઉમેરો. બધા મસાલા નાખીને હલાવી ઉકળવા દો. છેલ્લે મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો 2મિનીટ પછી ગેસ બંધ કરી લો.

  3. 3

    બાટી માટે લોટ માં મીઠુ સ્વાદ પ્રમાણે અને તેલ નાખી કઠણ લોટ બાંધવો. સરખો મસળી ગોળ એક સરખા લુવા કરવા.

  4. 4

    પછી બાટી મેકર ને ગેસ પર મૂકી 15 મિનીટ પ્રિહીટ કરી બધી બાટી મુકી 15/20મિનિટ મીડિયમ તાપે થવા દો પછી ફેરવી બીજી બાજુ થવા દો. આમ ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી શેકી લો. ગેસ બંધ કરી ઘી માં પલાળી રાખો અને દાળ સાથે સર્વ કરો.

  5. 5

    બાટી મેકર ના હોય તો અપ્પમ ની ટ્રે માં પણ કરી શકાય અને પાણી માં બાફી ને પછી તળી ને પણ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

Similar Recipes