રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કપરવો
  2. 1 કપચોખાનો લોટ
  3. 1/2 કપમેંદો
  4. 1/2 કપદહીં
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 2 ટી સ્પૂનજીરું
  7. 1 ટેબલ સ્પૂનવાટેલા આદુ મરચા
  8. 1 ટેબલ સ્પૂનબારીક સમારેલા લીલા ધાણા
  9. 6 કપપાણી
  10. 1ટામેટું અને કાંદો બારીક સમારેલો
  11. શીંગ તેલ જરૂર મુજબ
  12. લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    રવા ઢોસા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલ માં 1 કપ રવો,
    1 કપ ચોખાનો લોટ, 1/2 કપ મેંદો, 1/2 કપ દહીં લઈ તેને બરોબર મીક્ષ કરો.
    હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 ટી સ્પૂન જીરું, 1 ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચા,
    1 ટેબલ સ્પૂન બારીક સમારેલા લીલા ધાણા તેમજ 6 કપ પાણી ઉમેરી મિશ્રણ ને બરોબર મીક્ષ કરી 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવુ. હવે આ સમય દરમ્યાન 1 ટામેટું અને એક કાંદો બારીક કાપીને રેડી કરવો.

  2. 2

    હવે એક નોનસ્ટીક પેન ને ગરમ કરી તેની સપાટી પર તેલ પાણી માં ડૂબાડેલ એક કટકું ફેરવી દેવું. હવે ગેસ ની ફ્લેમ ફૂલ રાખીને તેમાં બનાવેલું બેટર હલાવીને નોન સ્ટીક પેન પર છાંટવું, અને ઈવનલી પૂરી નોનસ્ટીક બેટર થી કવર કરવી હવે પાથરેલ બેટર પર થોડી સેકંડો બાદ તેલ છાંટવું હવે બારીક સમારેલ કાંદા ટામેટા પૂરા ઢોસા પર થોડા થોડા અંતરે છાંટી તેના પર ચપટી લાલ મરચાં નો પાઉડર અને ચપટી મીઠું સ્પ્રીંકલ કરવું.

  3. 3

    ઢોસો નીચેથી પાકી જાય એટલે તેને તાવીથાની મદદ વડે ફોલ્ડ કરી પ્લેટ માં કાઢી લેવો.
    તો તૈયાર છે ઝટપટ બની જતા હલ્કા ફુલ્કા રવા ઢોસા, જેને કોપરા અને દાળિયા ની ચટણી સાથે ખાવાથી ખૂબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
પર
NAVSARI

Similar Recipes