ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)

ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિકિસંગ બાઉલ માં રવો,ચોખા નો લોટ અને ઘઉં નો લોટ મિક્સ કરવા.જો તમારી પાસે ઝીણો રવો ન હોય તો જાડા રવા ને મીક્ષી માં બારીક પીસી લેવો.હવે તેમાં સમારેલા મરચાં,સમારેલો કાંદો,કોથમીર અને મીઠું નાખી બધું બરાબર મિક્સ કરવું.
- 2
હવે તેમાં એક સિક્રેટ સામગ્રી મેગી મસાલા મેજિક બે ટીસ્પૂન નાખી મિક્સ કરવું.હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું અને ઢોસા નું બટર એકદમ પાતળું બનાવવું.આ માટે લગભગ પાંચ કપ જેટલું પાણી મેં વાપર્યું છે.પાતળું ખીરું હોવાથી ઢોસા એકદમ જાળીદાર અને ક્રિસ્પી બને છે.હવે તેને ઢાંકી ને 15 મિનિટ રેસ્ટ આપવો.
- 3
ચટણી બનાવવા હવે એક મિક્સર જાર માં 1/2વાટકી શેકી ને ફોતરા કાઢેલી શીંગ,1/2વાટકી દાળિયા,ત્રણ ચાર લીલા મરચા,1/2વાટકી દહીં,એક ટેબલસ્પૂન આંબલી,મીઠું સ્વાદ મુજબ,એક ઈંચ આદુ અને થોડું પાણી નાખી એકદમ ઝીણું વાટી લેવું.
- 4
ચટણી ના વઘાર માટે એક વઘાર ની વાટકી માં બે ટીસ્પૂન તેલ ગરમ કરવું.તેમાં 1/2ચમચી રાઈ,એક ચમચી અડદ ની દાળ,સાત આઠ કરી પત્તા અને એક લાલ સૂકું મરચું નાખવું.રાઈ તતડી જાય અને દાળ બ્રાઉન થાય એટલે ચપટી હિંગ નાખી આ વઘાર ચટણી ઉપર નાખી મિક્સ કરવું.
- 5
એક નોન સ્ટીક તવા ને મધ્યમ આંચ પર બરાબર ગરમ કરવો.ઢોસા ના ખીરા ને બરાબર હલાવી ત્રણ થી ચાર ચમચા ખીરું tawa પર ગોળ પાથરવું.તેના સરસ જાળી પડવી જોવે તે રીત નું પાતળું ખીરું રાખવું.તે નીચે થી બરાબર સોનેરી બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે તવેથા ની મદદ થી તેને 1/2 ફોલ્ડ કરી પ્લેટ માં કાઢી લેવો.આ રીતે ઢોસા બનાવી લેવા.શિંગ દાળિયા ની ચટણી સાથે આ ગરમ ગરમ ક્રિસ્પી રવા ઢોસા પીરસવા.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ફુદીના રવા ઢોસા (Pudina Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે ફુદીનાવાળા રવા ઢોસા બનાવ્યા છે. જેમાં મેં ઝીણો સમારેલો ફુદીનો અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
મૈસુર ચીઝ ઓનીયન રવા ઢોસા (Mysore Cheese Onion Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 Rinkal’s Kitchen -
-
-
-
-
-
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઢોંસા માટે આથો લાવવાની જરુર નથી પડતી. ફટાફટ બનતા ટેસ્ટી ઢોંસા છે આ. Tejal Vijay Thakkar -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)