ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપપલાળેલા સાબુદાણા
  2. ૧ નંગબાફેલું બટાકુ
  3. ૧/૨ કપફરાળી ચેવડો
  4. ચપટીસંચળ
  5. ૧/૨ ચમચીગરમ મસાલો
  6. ૧ ચમચીલીંબુનો રસ
  7. ૧/૨ ચમચીખાંડ
  8. ૧ ચમચીતેલ
  9. દાડમના દાણા
  10. ચટણી બનાવવા માટે
  11. ૧/૨ કપકોથમીર
  12. ૨ નંગલીલાં મરચા
  13. ૧/૨ ચમચીજીરૂ
  14. મીઠુ સ્વાદ પ્રમાણે
  15. ૧/૪ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પલાળેલા સાબુદાણા કોરા કરી તેમાં ૧ ચમચી તેલ નાખી બાફેલા બટેટાને સમારી સાબુદાણા જોડે નાખી ૧ થી ૨ મિનિટ માટે બાફવા માટે મૂકી દેવું.

  2. 2

    બીજી બાજુ ચટણી બનાવવા માટે કોથમીર, મરચા, મીઠું, જીરૂ, લીંબુનો રસ અને થોડું પાણી નાખી મિક્સર જાર માં નાખી ક્રશ કરી લો. ચટણી તૈયાર છે.

  3. 3

    હવે સાબુદાણા બટેટાને ૧-૨ મિનિટ પચી ચેક કરી લેવું. સાબુદાણા ખાલી મેશ થાય એટલું જ બાફવા મૂકવું.

  4. 4

    હવે તેમાં ૧ ચમચી ચટણી, લીંબુનો રસ, ખાંડ, સંચળ પાઉડર, ગરમ મસાલો કોથમીર તથા દાડમના દાણા નાખી બરાબર મિક્સ કરી દો.

  5. 5

    ગરમ ગરમ ભેળ સર્વ કરી દેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

Similar Recipes