શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૩વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ ફરાળી ચેવડો
  2. બાફેલું બટેકું
  3. બાફેલું શકકરીયું
  4. ટામેટાં
  5. ૧ગાજર
  6. ૧/૨કાચી કેરી
  7. બીટ
  8. કાકડી
  9. કોથમીર
  10. લીંબુ
  11. મસાલા શીંગ જરુર મુજબ
  12. આંબલી અને ખજૂર ની ચટણી:
  13. ૬ કે ૭ આંબલી
  14. ૧૫ખજૂર
  15. જરુર મુજબ ગોળ
  16. ૧ ચમચી જીરુ
  17. સ્વાદ મુજબ મીઠું
  18. ૧/૨ ચમચી મરચું
  19. કોથમીર ની ચટણી:
  20. મરચાં
  21. ૧/૨ જૂડી કોથમીર
  22. નાનો કટકો આદુ
  23. સ્વાદ મુજબ મીઠું
  24. ૧ ચમચી ખાંડ
  25. ૧/૨ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    બટેકા, અને શક્કરિયા ને બાફી લો પછી કટ કરી લો.

  2. 2

    બીજી બધી જ વસ્તુ ને પણ કટ કરી રાખવી.

  3. 3

    આંબલી અને ખજૂર ને પાણી થી ધોઈ નાખો પછી તેમાં ગોળ અને પાણી ઉમેરી કૂકર માં બાફી લો.પછી તેને મિક્ષર માં સ્વાદ મુજબ મીઠું મરચું જીરૂ ઉમેરી પેસ્ટ બનાવી ચટણીબનાવી લો.

  4. 4

    આંબલી ની ચટણી ફરાળી ભેળ માં વાપરવાની છે એટલે ધાણાજીરૂ નહિ નાખવાનું એકલું જીરૂ જ ઉમેરવું

  5. 5

    કોથમીર ની ચટણી બનાવવા માટે બધી જ વસ્તુ ને મિક્ષર માં પીસી ને કોથમીર ની ચટણી બનાવો.(શીંગ પણ એડ કરી શકાય)ભેળ માટેની બધીજ સામગ્રી લેવી.

  6. 6

    ફરાળી ચેવડા નું પેકેટ ને બાઉલ મા કાઢી લો. હવે કટ કરેલ બટેકા,શક્કરિયા,કાકડી,કાચી કેરી બીટ, ગાજર,ટામેટાં, મસાલા શીંગ,લીંબુ નો રસ નાખો.

  7. 7

    ત્યાર બાદ કોથમીર ની ચટણી, ખજૂર આમલીની ચટણી એડ કરો.કોથમીર થી સજાવો.

  8. 8

    તૈયાર છે ફરાળી ભેળ. ચટણી અગાઉ થી રેડી કરેલ હોય તો આ ભેળ માં સલાડ ને કટ કરી ૧૦જ મીનીટ માં ફટાફટ રેડી કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
सोनल जयेश सुथार
પર
Ahmedabad
रसोई एक कला है । एक ही व्यंजन दो अलग बनाए तो दोनों का टेस्ट एक जैसा नहीं आता दोनों के टेस्ट अलग होते है ,रसोई में धैर्य चाहिए जो सब के बस की बात नहीं ।रसोई बनानी सब के लिए आसान नहीं। ।किसी को रसोई बोरिंग लगता है पर मेरे लिए रसोई प्रेम और धैर्य से सिंची हुई कला है। सब के लिए अलग और स्वादिष्ट व्यंजन बनान मुझे बहुत पसंद है।
વધુ વાંચો

Similar Recipes