મમરાની ચટપટી ભેળ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

ભેળ માટે તો કઈ લખવાની જરૂર હોતી નથી આ એવી વાનગી છે જે નાનાથી માંડીને મોટાં બધા ને ભાવે જ અને આ ઈન્સ્ટન્ટ છે બધું રેડી હોય તો તમે આ ફટાફટ બની જતું હોય છે બાળકોને લંચબોક્સમાં પણ આપતા હોય છે આપણે કિટ્ટી પાર્ટીઓમાં બહાર ફરવા જઇએ તો ભેળ એવી વસ્તુ છે જે દરેક નાની મોટી જગ્યાએ બનતી હોય છે.

#GA4
#Week26

મમરાની ચટપટી ભેળ

ભેળ માટે તો કઈ લખવાની જરૂર હોતી નથી આ એવી વાનગી છે જે નાનાથી માંડીને મોટાં બધા ને ભાવે જ અને આ ઈન્સ્ટન્ટ છે બધું રેડી હોય તો તમે આ ફટાફટ બની જતું હોય છે બાળકોને લંચબોક્સમાં પણ આપતા હોય છે આપણે કિટ્ટી પાર્ટીઓમાં બહાર ફરવા જઇએ તો ભેળ એવી વસ્તુ છે જે દરેક નાની મોટી જગ્યાએ બનતી હોય છે.

#GA4
#Week26

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મમરા માટે
  2. મમરા નુ પેકેટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૨ ચમચીતેલ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૨૦૦ ગ્રામ ઝીણી સેવ
  7. ૨૦૦ ગ્રામ તીખી બુંદી
  8. લીલી ચટણી માટે
  9. ૨૫૦ ગ્રામ કોથમીર
  10. ૧ કપફૂદીના ના પાન
  11. લીલા મરચાં
  12. ૧/૨આદુનો ટુકડો
  13. ૧/૨ ચમચીજીરું
  14. ૧/૨ ચમચીમીઠું
  15. ૧/૨લીબું
  16. ૧/૨ વાડકીદાળિયા
  17. ૧/૪ વાડકીઝીણી સેવ
  18. ટુકડા૩-૪ બરફના
  19. મીઠી ચટણી માટે
  20. ૨૦૦ ગ્રામ ખજૂર
  21. ૧/૨ વાડકીઆંબલી
  22. ૧ વાડકીગોળ
  23. ૧/૨ ચમચીમીઠું
  24. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  25. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  26. કોથમીર સજાવટ માટે
  27. ચાટ મસાલા સર્વ કરે છાંટવા માટે
  28. ૧/૨ વાડકીદાડમ ના દાણા
  29. ૧/૨ વાડકીકાચી કેરી ના ટુકડા
  30. ૧/૨ વાડકીટામેટા ના ટુકડા
  31. ૧/૨ વાડકીકાકડી ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈમાં તેલ હળદર નાખી મમરા નાખી દો બરાબર હલાવી દો પછી એની અંદર મીઠું સ્વાદ અનુસાર નાખો અને સેવ અને તીખી બુંદી નાંખી બરાબર મિક્સ કરી દો ભેળ ના મમરા તૈયાર થઈ ગયાં

  2. 2

    ભેળ મા નાખવા માટે કાકડી ટામેટા દાડમ અને કાચી કેરી રેડી કરી દો ટુકડા કરીને

  3. 3

    હવે મિક્સર જારમાં લીલી ચટણી બનાવવા માટે કોથમીર ફુદીના કાચી કેરી મીઠું જીરું લીંબુ લીલુ મરચું આદુનો ટુકડો દાળિયા ઝીણી સેવ અને બરફના ટુકડા નાખી થોડું પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી દો રેડી છે લીલી ચટણી

  4. 4

    ખજૂર આમલીની ચટણી માટે કુકરમાં ખજૂર આંબલી ગોળ અને થોડું પાણી ઉમેરી બાકી દો પછી એને મિક્સર ગ્રાઈન્ડર માં ક્રશ કરી દો પછી અને થોડુંક ચપટી મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર નાખી મિક્સ કરી દો અને ગરણીમાં એને ગાડી દો કૂચો બધો સાઇટ પર થઇ જશે અને તમારી મીઠી ચટણી રેડી

  5. 5

    ભેળના મમરા એક બાઉલમાં લો એની અંદર દાડમ કાકડી ટામેટા અને કાચી કેરી ને ટુકડા નાખો પછી ની અંદર ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી તમારા સ્વાદ અનુસાર નાખો બરાબર મિક્સ કરો પછી એની ઉપર કોથમીર સુધારેલી નાખો ચાટ મસાલો નાખો અને જરૂર પડે તો લીંબુ પણ તમે નાખી શકો છો

  6. 6

    રેડી છે તમારી ચટપટી મમરાની ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (28)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hi khushboo Ji congratulations 💐💐for being featured on cookpad news edition...I am also featured on the front page of cookpad news edition 😍😊

Similar Recipes