હરિયાલી કોફતા ડુંગળી લસણ વગર (Hariyali Kofta Without Onion Garlic Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#GA4
#Week20
#kofta
ડુંગળી લસણના ઉપયોગ વગર પણ સ્વાદિષ્ટ શાક બની શકે છે.

હરિયાલી કોફતા ડુંગળી લસણ વગર (Hariyali Kofta Without Onion Garlic Recipe In Gujarati)

#GA4
#Week20
#kofta
ડુંગળી લસણના ઉપયોગ વગર પણ સ્વાદિષ્ટ શાક બની શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૬ માણસો
  1. ♦️કોફતા માટે
  2. ૧ ઝૂડી સમારેલી પાલક
  3. ૧૦૦ ગ્રામ પનીર
  4. બાફેલા બટાકા
  5. ૨-૩ લીલા મરચાં
  6. આદુનો ટુકડો
  7. ૧/૪ ચમચીગરમ મસાલો
  8. મીઠું
  9. ૩-૪ ચમચી ચણાનો લોટ (સમાય એટલો)
  10. ♦️ગ્રેવી
  11. ૩ ઝૂડી સમારેલી મેથીની ભાજી
  12. ૧+૧/૨ બાફેલી દૂધીની પેસ્ટ
  13. 3-4 ચમચીફ્રેશ ક્રીમ
  14. ૧/૨ વાડકીકાજુ+ મગજતરી બીની પેસ્ટ
  15. ટામેટાની પ્યેારી
  16. ૧ ચમચીકસુરી મેથી
  17. ૧ ચમચીબાદશાહ રજવાડી ગરમ મસાલો
  18. ૧-૨ ચમચી હળદર
  19. ૨-૩ ચમચી લાલ મરચું
  20. 2-3 ચમચીકાશ્મીરી મરચું
  21. મીઠું
  22. ૨-૩ ચમચી ટોમેટો કેચપ
  23. ૧/૨ ચમચીચાટ મસાલો
  24. ♦️સુકો મસાલો
  25. બાદલું(સ્ટાર)
  26. એલચો
  27. ૪-૫ સુકા મરચાં
  28. ટેબલ સ્પુન ધાણા
  29. ટેબલ સ્પુન જીરૂ
  30. ૧ ટુકડોતજ
  31. ૩-૪ લવિંગ
  32. ૩-૪ મરી
  33. અન્ય સામગ્રી
  34. ૩ ચમચીકોર્ન ફ્લોર પાઉડર
  35. ૩-૪ ટેબલ સ્પુન તેલ
  36. તેલ તળવા

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સુકા મસાલા માટે બધી જ સામગ્રી લઇ મીક્ષચરમાં પાઉડર બનાવી લો.મગજતરીના બી અને કાજુ તથા ૨ મરચાં નાખી બીજી પેસ્ટ બનાવી લો.

  2. 2

    કોફતા માટે પાલક, લીલા ૨ -૩ મરચાં અને આદુનો ટુકડો એકાદ ચમચી તેલ મુકી પાણી ન રહે તેમ સાંતળી લો.પીસીને પેસ્ટ કરો.

  3. 3

    બાફેલા બટાકા તથા પનીરને છીણી લો.બાકીની સામગ્રી લઈ ચણાનો લોટ નાખો. (સમાય એટલો). ગોળા વાળી લો.

  4. 4

    ગોળાને કોર્નફ્લોરમાં રગદોળો. મધ્યમ ગેસ પર સહેજ બદામી થાય ત્યાં સુધી તળી લો.

  5. 5

    હવે ગ્રેવી માટે ૨-૩ ટેબલ સ્પુન તેલ મુકો. ટામેટાની પેસ્ટ સાંતળો.હવે બાફેલી દૂધીની પેસ્ટ નાખો. મગજતરીવાળી પેસ્ટ નાખી બધાજ મસાલા નાખો.સુકો મસાલો ૩-૪ ચમચી નાખો

  6. 6

    મેથીને એકાદ ચમચી તેલ મુકી સાંતળી લો. ફ્રેશ ક્રીમ તથા એક ચમચી સુકો મસાલો નાખો. આ મિક્ષણ ગ્રેવીમાં નાખો.કેચપ ચાટ મસાલો નાખો.

  7. 7

    હવે થોડું પાણી નાખી કોફતા નાખો. બહુ હલાવશો નહીં. ૫-૭ મિનિટ ઢાંકી થવા દો. ૩-૪ ચમચી તેલ ગરમ કરી કાશ્મીરી લાલ મરચાં નો વઘાર કરો.તેલ છુટુ પડે એટલે ગેસ બંધ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes