બ્રેડ વેજી પેનકેક (Bread Veggie Pancake Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#GA4
#week26

લોકો બ્રેડને (Bread) ફક્ત નાસ્તા તરીકે જ નહીં પરંતુ લંચ અને ડિનરમાં પણ ખાઈ છે. બાળકો હોય કે મોટા બ્રેડ તો બધા જ લોકો ખાઈ છે....આ બ્રેડ માંથી આપણ ને બસ સેન્ડવીચ બનાવી ને ખાવાનો જ વિચાર આવે છે...પરંતુ આજે મેં આ બ્રેડ નો ઉપયોગ કરી એક હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. જે શાકભાજી થી ભરપુર એવો બ્રેડ વેજિ પેનકેક બનાવ્યો છે. જે ખૂબ જ હેલ્થી ને ફલફી ને એકદમ સોફ્ટ પેનકેક બન્યો છે.

બ્રેડ વેજી પેનકેક (Bread Veggie Pancake Recipe in Gujarati)

#GA4
#week26

લોકો બ્રેડને (Bread) ફક્ત નાસ્તા તરીકે જ નહીં પરંતુ લંચ અને ડિનરમાં પણ ખાઈ છે. બાળકો હોય કે મોટા બ્રેડ તો બધા જ લોકો ખાઈ છે....આ બ્રેડ માંથી આપણ ને બસ સેન્ડવીચ બનાવી ને ખાવાનો જ વિચાર આવે છે...પરંતુ આજે મેં આ બ્રેડ નો ઉપયોગ કરી એક હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. જે શાકભાજી થી ભરપુર એવો બ્રેડ વેજિ પેનકેક બનાવ્યો છે. જે ખૂબ જ હેલ્થી ને ફલફી ને એકદમ સોફ્ટ પેનકેક બન્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 🥞 પેનકેક ના ઘટકો :--
  2. 6 નંગબ્રેડ ની સાઇઝ
  3. 1/2 કપસોજી
  4. 3 નંગલીલાં મરચાં
  5. 1/2 ઇંચઆદુ નો ટૂકડો
  6. 1/2 કપદહીં
  7. 1 કપપાણી
  8. 1 નંગનાની ડુંગળી જીની સમારેલી
  9. 1 નંગનાનું ગ્રીન કેપ્સીકમ જીણું સમારેલું
  10. 1 નંગટામેટું જીણું સમારેલું
  11. 1 નંગગાજર જીણું સમારેલું
  12. 2 ટેબલ સ્પૂનફ્રેન્ચ બિંસ જીની સમારેલી
  13. 1 ટી સ્પૂનમીઠું
  14. 1 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  15. 1સેચેટ ઇનો ફ્રુટ સોલ્ટ + 1 ટેબલ સ્પૂન પાણી
  16. તેલ જરૂર મુજબ
  17. 🥞ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી ના ઘટકો :--
  18. 1/2 કપ ડે સિકેટેડ કોકોનટ પાઉડર
  19. 2 નંગલીલાં મરચાં
  20. 1 ઇંચઆદુનો ટુકડો
  21. 1/4 કપદાળિયા (રોસ્ટેડ ચણા ની દાળ)
  22. 2 ટેબલ સ્પૂનલીલી કોથમીર જીની સમારેલી
  23. મીઠું સ્વાદ અનુસાર
  24. 1 નંગલીંબુ નો રસ
  25. 3-4 ટેબલ સ્પૂનપાણી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેનકેક બનાવીશું. એની માટે એક મિક્સર જારમાં સેન્ડવીચ બ્રેડ ને નાના ટુકડા માં કટ કરીને ઉમેરી તેમાં સોજી, લીલા મરચાં, આદુ નો ટૂકડો, દહીં અને પાણી ઉમેરી સ્મુઠ પીસી લઈ બેટર બનાવવું.

  2. 2
  3. 3

    હવે આ બેટર માં જીની સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ, જીણું સમારેલું ટામેટું, જીણું સમારેલું ગાજર, ઝીણા સમારેલા ફ્રેન્ચ બીન્સ, મીઠું, રેડ ચીલી ફ્લેક્સ અને ધાણા જીરું પાઉડર ઉમેરી મિક્સ કરો.

  4. 4

    હવે આ બેટર માં ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરી ઉપર 1 ચમચી પાણી રેડી એક્ટિવ કરી મિક્સ કરી લો.

  5. 5

    હવે એક તવા ને ગરમ કરી તેમાં તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે તવા માં 2 ચમચા બેટર ઉમેરી ને ચારે બાજુ તેલ સ્પ્રેડ કરી ગેસ ની સ્લો આંચ પર ઢાંકણ ઢાંકી 2 મિનિટ શેકી ને બીજી બાજુ ફેરવી 1 મિનિટ માટે શેકી લો. આ રીતે બધા બ્રેડ પેનકેક બનાવી લો.

  6. 6
  7. 7

    હવે આપણે આ પેનકેક માટે ઇન્સ્ટન્ટ ચટણી બનાવીશું. એની માટે મિક્સર જારમાં ડેસીકેટેડ કોકોનટ પાઉડર ઉમેરી તેમાં લીલા મરચાં, આદુ નો ટૂકડો, રોસ્ટેડ ચણા દાળ, લીલી કોથમીર ના પાન, મીઠું, લીંબુ નો રસ અને પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી લો.

  8. 8

    હવે આપણા બ્રેડ વેજી પેનકેક તૈયાર છે સર્વ કરવા માટે. આ બ્રેડ પેનકેક ને ઇન્સ્ટન્ટ ચટણી સાથે ખાવાની મજા આવે છે. આ પેનકેક સવાર ના બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્સન છે.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes