પાપડ (Papad Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#CT
મારું સીટી એટલે રંગીલું રાજકોટ.. આમ તો મારા રાજકોટ માં ઘણી બધી વાનગી ફેમસ છે.પણ ગુજરાતીઓને ગુજરાતી, પંજાબી, પાઉંભાજી, કે પછી ઢોસા કેમ ના હોય. ગમે તે વાનગી બનાવી હોય પણ પાપડ વગર ના ચાલે. એટલે જ આજે મે સીટી ફેમસ માં લિજ્જત પાપડ જેવા જ પાપડ બનાવ્યા છે.
આશરે 20 થી 25 વર્ષ પહેલા રાજકોટમાં જસવંતીબેન એ લિજ્જત પાપડ નો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો હતો. જે અનેક બહેનો ની આજીવિકા નું સાધન છે. અને આ ગૃહ ઉદ્યોગ દ્વારા લોકો ની રોજીરોટી ચાલે છે.જસવંતી બેન પોપટ ને લિજ્જત પાપડ ના ગૃહ ઉદ્યોગ થી ઘણા બધા પુરસ્કાર મળ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 વ્યક્તિ
  1. 250 ગ્રામઅડદનો જીણો લોટ
  2. 1 સ્પૂનતેલ
  3. 1/2 સ્પૂનહિંગ
  4. 1 સ્પૂનકાળા મરી
  5. 1 સ્પૂનમીઠું
  6. 1/2 સ્પૂનપાપડનો ખારો
  7. 1 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પહેલા લોટ ને ચાળી લો. અને ગેસ પર બાઉલ માં પાણી, પાપડખારો, મીઠું નાખી પાણી ને ઉકાળી લો. અને ઠંડુ પડવા દો.

  2. 2

    પાણી ઉકળી જાય એટલે ગરણી થી ગાળી લો. અને દસ્તા વડે મરી ના બે ભાગ કરી અધકચરા વાટી લો. લોટ માં હિંગ, મરી, તેલ, ઉમેરો.

  3. 3

    હવે પાણી ઠંડુ પડી જાય એટલે લોટ માં થોડું પાણી ઉમેરતા જાવ અને લોટ બાંધી લો.અડદ નો લોટ ચીકણો હોવાથી લોટ બાંધતી વખતે હાથમા ચોંટશે. પણ નીચેની પ્રોસેસ કરવાથી લોટ એકદમ સ્મૂધ થઈ જશે. અને પાપડ વણતી લોટ વખતે હાથમા કે પાટલી માં ચોટસે નહી.

  4. 4

    હવે તમે ફોટા માં જોઈ શકો છો એ રીતે બંને હાથ વડે લોટને ખેંચી ને પ્લાસ્ટિક ની જેમ 10 મિનિટ મસળવાનો છે.(લોટને આ રીતે ખેંચી ને મસળવો એ પણ ખૂબી છે.)આમ કરવાથી પાપડ એકદમ બજાર જેવા ખૂબ જ સોફ્ટ અને ક્રન્ચી બનશે. અને એકસરખા માપ ના લુવા બનાવી લો.

  5. 5

    હવે પાટલી ને તેલ થી ગ્રીસ કરી પાતળા પાપડ વણી લો.પાટલી ફેરવતા જવાનું અને પાપડ વણતું જાવાનું (પાપડ નહી ફેરવવાનો નહીંતર પાપડ તૂટી જશે.) બધા પાપડ આ રીતે વણીને વેલણ પર પાપડ રાખી ઘરમાં જ પંખા નીચે સુકવી દો. 2 કલાક પછી ફેરવી દેવાના 4 થી 5 કલાક માં બધા પાપડ સુકાય જશે.

  6. 6

    તૈયાર છે આપણા અડદ ના પાપડ.. આ પાપડ ગેસ પર લોઢી માં શેકીને, અથવા તળીને, જમવાની થાળીમાં સર્વ કરી શકો છો..

  7. 7

    મે અહીં મનપસંદ રીતે થોડા કાચા પાપડ, અને થોડા શેકેલા પાપડ ડેકોરેટ કર્યા છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes