મુળા ની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652

મુળા ની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ જણ
  1. ૨૦૦ ગ્રામ મુળા, પાન ભાવે તો તેમ
  2. ૧૦૦ ગ્રામ ખાટી છાસ
  3. ૧ ચમચો ચણાનો લોટ
  4. ૧/૨ ચમચીરાઈ
  5. ૧/૨ ચમચીજીરું
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીમરચા નો ભુક્કો
  8. ૧/૨ ચમચીધાણાજીરું
  9. ૧/૨ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    મુળા અને તેના પાન ને સરખા છીની પાણી થી ધોઈ નાખવાં... બીજી તરફ છાસ માં ચણાનો લોટ ઉમેરી સરખું ભેળવી લેવું.

  2. 2

    એક લોયા માં ૧ ચમચો તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હળદર ઉમેરી મુળા છમકાવી પાકવા દેવા...

  3. 3

    મીઠું પણ ઉમેરી લેવું, થોડું પાણી ઉમેરી પાકવા દેવા..

  4. 4

    મુળા થઈ જાય એટલે લોટ વાળી છાસ ઉમેરી સરખું ઉકાળી લેવું. મરચા નો ભુક્કો, ધાણાજીરું ઉમેરી સરખું ઉકાળી લેવું..

  5. 5

    કોથમીર ઉમેરી સર્વ કરવા માટે તૈયાર છે... રોટલી કે રોટલા સાથે સવॅ કરી શકાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes