ચણાદાલ ફ્રાય (Chana Dal Fry Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#AM1
કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન, આયર્ન, ફાઈબર, રેશા જેવા અનેક પોષક તત્ત્વો થી ભરપૂર ચણાની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો મેં આજે આવી જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ચણાદાલ ફ્રાય બનાવી છે.

ચણાદાલ ફ્રાય (Chana Dal Fry Recipe In Gujarati)

#AM1
કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન, આયર્ન, ફાઈબર, રેશા જેવા અનેક પોષક તત્ત્વો થી ભરપૂર ચણાની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો મેં આજે આવી જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ચણાદાલ ફ્રાય બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૨લોકો
  1. ૧ વાટકીચણાની દાળ
  2. ૧ નંગસમારેલ ટામેટું
  3. ૧ નંગસમારેલ ડુંગળી
  4. ૩ ચમચીઘી
  5. તમાલપત્ર
  6. ૩-૪ લવિંગ
  7. ૭-૮ કળી લસણની પેસ્ટ
  8. ૧ ચમચીઆદુની પેસ્ટ
  9. ૧ નંગલીલું મરચું
  10. ૪-૫ મીઠા લીમડાના પાન
  11. ૧-૨ સૂકા લાલ આખા મરચાં
  12. ૧ ચમચીરાઈ
  13. ૧ ચમચીજીરું
  14. ૧ ચમચીહળદર
  15. ૧ ચમચીમરચું
  16. ૧ ચમચીધાણાજીરું
  17. ૧ ચમચીલીંબુનો રસ
  18. થોડાલીલા ધાણા સમારેલા
  19. ૨ ચમચીમલાઈ/ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણા દાળ લઈને સારી રીતે ધોઈ લો.પછી કૂકરમાં નાખો સાથે મીઠું અને હળદર નાખી ધીમા તાપે ૪-૫સીટી વગાડી દો.એ વાત નુ ધ્યાન રાખવું કે દાળ અધકચરી બાફવી.

  2. 2

    હવે વઘાર માટે ના મસાલા તૈયાર કરી લો.

  3. 3

    હવે પેનમાં ઘી નાખી ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, લવિંગ, સૂકું મરચું લીલું મરચું હીન્ગ નાખીને શેકો.હવે રાઈ જીરું નાખીને રાઈ ફૂટે એટલે લસણની પેસ્ટ નાખી શેકો. બ્રાઉન થાય ત્યારે ડુંગળી અને આદુની પેસ્ટ નાખીને બરાબર શેકો. ગુલાબી રંગની થાય ત્યારે તેમાં મીઠું,મરચું, હળદર નાખીને શેકો. મસાલો શૈકાઇ જાય એટલે સમારેલા ટામેટાં નાખો.

  4. 4

    ટામેટાં ૧૫-૨૦-સેકન્ડ જ શેકવા.જેથી તેની અંદરની કચાશ દૂર થઈ જાય. હવે તેમાં બાફેલી દાળ નાખીને બરાબર હલાવો. જરૂર મુજબ પાણી નાખીને ૭-૮ મિનિટ ધીમા તાપે ઉકાળો. દાળ ઉકળે એટલે તેમાં સમારેલા ધાણા અને લીમ્બૂ નો રસ નાખીને બરાબર મિક્ષ કરી દો.હવે ગેસ બંધ કરી દો.

  5. 5

    સર્વ કરતી વખતે ઘી,લીમડાના પાન, આખું લાલ મરચું અને કાશ્મીરી લાલ મરચું પાવડર૧/૨ ચમચી નો બીજી વાર તડકો દહીં દાળમાં નોખીદો. ઉપરથી મલાઇ/ક્રીમ અને સમારેલા લીલા ધાણા સ્પ્રેડ કરો.

  6. 6

    હવે તૈયાર છે આપણી ચણા દાલ ફ્રાય. જીરા રાઈસ સાથે આ સ્વાદિષ્ટ અને હેલ્ધી ચણા દાલ ફ્રાય નો આનંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes