મુંબઈ સ્ટ્રીટ સ્ટાઈલ દાળવડા (Mumbai Street Style Dalvada Recipe In Gujarati)

#Cookpad
#CookpadIndia
#Cookpadgujarati
ઘણા ટાઈમથી સવારે નાસ્તા માં દાળવડા બનાવવા હતા અને આજે બનાવી જ લીધા તો તમારી સાથે તેની રેસીપી શેર કરું છું.
મુંબઈ સ્ટ્રીટ સ્ટાઈલ દાળવડા (Mumbai Street Style Dalvada Recipe In Gujarati)
#Cookpad
#CookpadIndia
#Cookpadgujarati
ઘણા ટાઈમથી સવારે નાસ્તા માં દાળવડા બનાવવા હતા અને આજે બનાવી જ લીધા તો તમારી સાથે તેની રેસીપી શેર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
બંને દાળ અને ચોખાને 3 - 4 કલાક પલાડી રાખો. દાળ બરાબર સોફ્ટ થઈ જાય એટલે તેમાં આદું મરચા, ધાણા, આખા મરી તથા સુકા મરચા ની સાથે અધકચરા પીસી લો. દાળ બરાબર પીસાય ના તો થોડુ પાણી ઉમેરી શકો. જો દાળવડા સવારે નાસ્તા માટે રેડી કરવા હોય તો આ પ્રોસેસ રાત્રે જ કરી લેવી.
- 2
હવે દાળ ના મીક્ષણમાં લીબું નો રસ, હળદર, ડુંગળી, હિંગ તથા તીખાશ પ્રમાણે એક લીલા મરચાં ની કાતરી ઉમેરી લો. હવે ઉપર થોડો સોડા ઉમેરી એક ચમચી ગરમ તેલ ઉમેરી લોટ ને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે પકોડા ને ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન તળી લો. પહેલા ગેસ ફાસ્ટ રાખવો પછી સ્લો કરી ને પકોડા તળવા.
- 4
તો તૈયાર છે આપણા ગરમા ગરમ કિસ્પી દાડવડા કહો કે પકોડા. જેને ડુંગળી, મરચાં તથા મસાલા ચા સાથે ગમે ત્યારે સ્વ કરો એવર ગ્રીન જ લાગે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળવડા (Dalwada Recipe In Gujarati)
#trend#Week1#cookpadIndia#cookpadgujaratiચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે જો ચાની સાથે ગરમાગરમ દાળવડા, મરચાં અને ડુંગળી મળી જાય તો તેની મજા કંઈક અલગ જ હોય છે. મોટાભાગના લોકો દાળવડા બહારથી લાવવાનું પસંદ કરે છે. પરંતુ ઘરે પણ બહાર જેવા દાળવડા બનાવી શકાય.તો ચાલો આપણે બહાર જેવા જ ક્રિસ્પી, સ્વાદિષ્ટ અને ગરમા ગરમ દાળવડા ની રીત જોઈ લઈએ. Komal Khatwani -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
દાળવડા બહુ ફેમસ રેસિપી છે. દાળને પલાળીને ગ્રાઈંડ કરીને બનાવવામાં આવે છે. અલગ અલગ દાળના મિશ્રણ લઇ શકાય છે. મેં અહીં ચણાની દાળ અને મગની દાળ નું મિશ્રણ લીધું છે. Jyoti Joshi -
દાળવડા(Dalvada recipe in Gujarati)
#trendદાળવડા નામ સાંભળતાં મોં માં પાણી આવી જાય. દાળવડા અલગ અલગ રીતે બનતા હોય છે. અહીં આજે ત્રણ દાળ ને મિક્સ કરીને બનાવું છું.જે સ્વાદ માં ટેસ્ટી બને છે.દાળવડા ને ચા, ડુંગળી, તળેલા લીલા મરચા અથવા તમારી પસંદની ચટણી સાથે ગરમ ગરમ સવારના નાસ્તામાં કે રાતના જમવામાં લઈ શકાય છે.અહીં મેં લીલી ચટણી અને સોસ સાથે સર્વ કયાૅ છે. Chhatbarshweta -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
ફ્રેન્ડસ દાળવડા એ આપણા બધાની ફેવરિટ હોય છે અને એ પણ જ્યારે દાળ વડા એકદમ crunchy હોય જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તો તો જમવાની મજા જ આવી જાય છે મારી રેસીપી મુજબ દાળવડા પણ આ રીતના જ બન્યા છે જેની હું તમારી સાથે શેર કરી રહી છું Nidhi Jay Vinda -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
ચોમાસાની શરૂઆત થાય એટલે તરત જ આપણે બધાને ગરમાગરમ ભજીયા, ગોટા કે દાળવડા ખાવાની ઈચ્છા થાય છે. તો હવે વરસતા વરસાદમાં દાળવડા લેવા માટે લાઇનમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. ચાની સાથે ગરમાગરમ દાળવડા, મરચાં અને ડુંગળી મળી જાય તો તેની મજા કંઈક અલગ જ હોય છે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#દાળવડા#vada#dalwada Mamta Pandya -
-
અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
#CTઅમદાવાદ માં પશ્ચિમ અમદાવાદ ના ગોતા બ્રિજ ની નીચે અંબિકા દાળવડા પ્રખ્યાત છે. મેં આજે અમારા સિટી ની રેસિપિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.આશા છે બધા ને ગમશે.ભૂલચૂક હોય તો માફ કરશો. પ્રખ્યાત વાનગી બનાવવી એ સહેલી નથી હોતી. એટલે મેં જાતે જ એમાં થોડા ફેરફાર સાથે મારી વાનગી બનાવી દીધી.સરસ બની એટલે તમારી સાથે હું શેર કરું છું Kshama Himesh Upadhyay -
દાળવડા (Dalvada Recipe in Gujarati) (Jain)
#SF#street_food#Dalvada#magdal#deepfry#Ahmedabad#monsoon_special#cookpadindia#cookpadgujrati શહેર કોઈ પણ હોય તે નાનું હોય કે મોટું હોય તેનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તો હોય જ છે. સ્ટ્રીટ ફૂડ એટલે કે તે શહેરની મોટાભાગની ગલીઓમાં તે ખુમચા પર કે લારી પર વેચાતું હોય અને શહેરીજનો રોડ ઉપર જ ઉભા ઉભા ખાઈને તેનો આનંદ માણતા હોય. હું ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરથી છું અને અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કે દાળવડા..... અમદાવાદના ના ઘણા બધા વિસ્તારમાં ઘણી બધી જગ્યા ના દાળવડા પ્રખ્યાત છે. અમદાવાદમાં વર્ષો પહેલા પોળનું કલ્ચર સંપૂર્ણ રીતે અસ્તિત્વમાં હતું, ત્યારે પણ દાળવડાની બોલબાલા હતી અને આજે પણ છે. આ દાળવડા સામાન્ય રીતે કાંદા, તળેલા મરચાં, લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે જ્યારે કેટલીક જગ્યાએ ખાટી મીઠી ચટણી તથા પાઉં પણ તેની સાથે સર્વ કરવામાં આવે છે. અમારા ઘરે જ્યારે બહારગામથી મહેમાન આવે ત્યારે અમદાવાદના ચોક્કસ જગ્યા ના દાળવડા ની ફરમાઈશ તો હોય જ. મેં પણ એ જ પ્રકારના દાળવડા અહીં તૈયાર કર્યા છે. દાળવડા એ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા જાળીદાર હોય તો ખાવાની મજા પડી જાય છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડી ને બંધ થાય ત્યારે તો અમદાવાદમાં દરેક દાળવડા ની લારી ઉપર લાંબી લાઇનો લાગી જતી હોય છે. Shweta Shah -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ માં જ્યાં નજર નાખી ત્યાં દાળવડાં એક બોર્ડ જોવા મળે, સવાર, બપોર કે સાંજ હોય ગરમાગરમ દાળવડા ખાતાં લોકો જોવા મળે Pinal Patel -
સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati)
#SSR# સપ્ટેમ્બર સુપર 2022ની સ્પેશિયલ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
😋 "દાળવડા" 😋 (ધારા કિચન રસિપી)
😋આજે કાળી ચૌદસ હોવાથી મે દાળવડા બનાવીયા છે દાળવડા ને જોતા મોઢામાં પાણી આવી જાય છે ગુજરાતીઓ દાળવડા ખાવાનું બહાનુ જ શોધતા હોય છે સારા નાસ્તો કરવાનું મન થાય તો મોઢામાં પહેલુ નામ દાળવડાનું જ આવે. દાળવડા લીલી ચટણી અને ડુંગળી સાથે ખાવાની મજા પડી જાય છે 😋#દિવાળી Dhara Kiran Joshi -
દાળવડા (dalvada recipe in Gujarati)
ચોમાસાં માં વરસાદ હોય ત્યારે અમદાવાદીઓને દાળ વડા પહેલા યાદ આવે.થોડોક વરસાદ પડ્યો નથી કે દાળવડા ની લારી અને દુકાનો ઉપર લાઈન લાગી જાય છે આમ તો બારેમાસ દાળવડા મળતા હોય છે પણ ચોમાસામાં વરસતા વરસાદમાં ગરમાગરમ ચા જોડે દાળવડા મળી જાય તો મજા આવી જાય.#સુપર સેફ 3#cookpadindia Bansi Chotaliya Chavda -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા એ નાના મોટા સૌને ભાવતી વાનગી છે. હળવા નાસ્તામાં પણ ચાલે અને રાતના ભોજનમાં પણ ચાલે. એમાંય જો વરસાદ પડ્યો હોય તો એની મજા કાંઈ ઓર જ હોય. ઘરે મહેમાન આવવાનાં હોય ત્યારે પણ ગરમ નાસ્તા માં ફટાફટ થઈ જાય.#trend 1 Vibha Mahendra Champaneri -
લાઈવ ઢોકળાં પ્રીમિક્ષ (Live Dhokla Premix Recipe In Gujarati)
#RC1#CookpadIndia#Cookpad_gujarati#VirajNaikThank u so much @Viraj bhai લાઈવ ઢોકળાં પ્રીમિક્ષ ની રેસિપી શેર કરવા માટેઆજે તમારી રેસિપી થી પ્રીમિક્ષ બનાવ્યું.ઓછાં સમયમા દાળ ચોખા પલાળવાં ની ઝંઝટ વગર ઝડપ થી નાની ભુખને સંતોષવા આ પ્રીમિક્ષથી ઇન્સ્ટંટ લાઈવ ઢોકળાં બનાવી શકાય છે. Komal Khatwani -
-
સાઉથ ઇંડિયન સ્ટાઈલ સંભાર (South Indian Style Sambhar Recipe In Gujarati)
#KS5#Cookpadindia#Cookpadgujrati#સંભાર ભારત દેશની વાનગીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જેટલા ધર્મ અને જાતિ પક્ષ છે એ મુજબ વાનગીઓ પણ અહીં જ છે. એમાંથી આજે આપણે વાત કરીએ તો એ છે સાઊથની વાનગીઓ. આ વાનગીઓનું નામ સંભળાતા મોં માં પાણી આવી જાય છે. તો આજે મેં પણ અહીં સાઊથ ઇન્ડિયન સ્ટાઈલ પ્રમાણે સંભાર બનાવેલ છે. તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે. તેની સાથે મેં અહીં શિંગદાણાની ફેમશ ચટણી, રવા ઈડલી, રવા વેજિટેબ્લ્સ પ્લેટ ઈડલી અને રવા અપ્પ્મ બનાવેલ છે. તો મારા કુક્પેડનાં બધા ફ્રેંડ્સ નોટ કરો રેસિપી અને અભિપ્રાય પણ આપજો. Vaishali Thaker -
અમદાવાદના ફેમસ દાળવડા(amdavad Na famous Dalvada in Gujarati)
#સ્નેક્સફક્ત મગની છોતરાવાળી દાળ થી બનતા અમદાવાદના ફેમસ દાળવડા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને ગરમા ગરમ દાળવડા સાથે તળેલા મરચાં અને ડુંગળી ખુબજ સરસ લાગે છે Kalpana Parmar -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#HRPost 3 દાળવડા એ ભજિયાં નું જ સ્વરૂપ છે.સ્વાદ માં થોડા ક્રંચી અને ટેસ્ટી બને છે. Varsha Dave -
-
દાળવડા(dalvada recipe in gujarati)
#નોર્થ #પોસ્ટ ૩સૌથી ટેસ્ટી એવી કેટલીક ગુજરાતી વાનગીઓના નામ લખવાના હોય તો તેમાં દાળવડા તો આવે જ. ચાલો દાળવડા બનાવવાની વિધિ જોઈ લો. DhaRmi ZaLa -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
# બ્રેકફાસ્ટ રેસીપી#ગુજરાતી સ્ટ્રીટ ફુડ#ક્રિસ્પી,કુરકુરે, ગરમાગરમ ચણા ના દાળવડા Saroj Shah -
દાળવડા (Dalvada recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ18ગુજરાત નું અને ખાસ કરી ને અમદાવાદ શહેર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ દાળવડા થી સૌ કોઈ જાણકાર છે. વરસાદી મોસમ માં વધુ ખવાતા દાળવડા તળેલા લીલા મરચાં અને ડુંગળી સાથે સ્વાદિષ્ટ લાગે છે. વરસાદ આવતા ની સાથે દાળવડા અને ગરમ ચા ની ફરમાઈશ આવી જ જાય છે.બહાર થી ક્રિસ્પી અને અંદર થી નરમ અને સ્પોનજી દાળવડા ઘરે પણ બહાર જેવા જ બની શકે છે. Deepa Rupani -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati -
-
મિક્સ દાળ હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#multigrain Neeru Thakkar -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદાળવડા એટલે અમદાવાદમાં ઠેર ઠેર મળતી વાનગી.દાળ વડા ના ખીરામાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખવાથી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. Neeru Thakkar -
ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati)
#Fam અમારા ઘરમાં કાઠીયાવાડી ભોજન બધાને ભાવે છે. તેમાં પણ તેલ મસાલાથી ભરપૂર એવું કાઠીયાવાડી સ્વાદિષ્ટ ભોજન મારા બંને બાળકો પણ પસંદ કરે છે. અમારા ઘરની ગિરનારી ખીચડી અમારી સોસાયટીમાં ખૂબ જ ફેમસ છે. એટલા માટે આજે હું તમારી સાથે આ કાઠીયાવાડી ગિરનારી ખીચડી ની રેસીપી શેર કરું છું. ગિરનારી ખીચડી જો દહીં તીખારી સાથે સર્વ કરવામાં આવે તો તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. Asmita Rupani -
મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati
#SFC#tavapulao#mumbaistyle#Pulao#cookpadgujarati#streetfood Mamta Pandya
More Recipes
ટિપ્પણીઓ