વાંગી બાથ (Vangi Bath Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#AM2
#cckpadIndia
#cookpadGujarati
આ એક કર્ણાટકની વાનગી છે . વાંગી નો અર્થ રીંગણ થાય છે.જેમાં પહેલા આ ભાત બનાવવાનો મસાલો બનાવવામાં આવે છે. રીંગણ નાખી ને ભાત બનાવવામાં આવે છે. સામાન્ય સામગ્રીથી ખૂબ સરસ વાનગી બને છે.મસાલા ને મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે.

ઝડપથી બનતી આ વાનગી હળવા ખોરાક માટે સારૂ ઓપ્શન છે. જેમાં ડુંગળી લસણનો ઉપયોગ થતો નથી

વાંગી બાથ (Vangi Bath Recipe In Gujarati)

#AM2
#cckpadIndia
#cookpadGujarati
આ એક કર્ણાટકની વાનગી છે . વાંગી નો અર્થ રીંગણ થાય છે.જેમાં પહેલા આ ભાત બનાવવાનો મસાલો બનાવવામાં આવે છે. રીંગણ નાખી ને ભાત બનાવવામાં આવે છે. સામાન્ય સામગ્રીથી ખૂબ સરસ વાનગી બને છે.મસાલા ને મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે.

ઝડપથી બનતી આ વાનગી હળવા ખોરાક માટે સારૂ ઓપ્શન છે. જેમાં ડુંગળી લસણનો ઉપયોગ થતો નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૧/૪ કપ રાંધેલા ભાત (છૂટ્ટા)
  2. ૩૦૦ - ૪૦૦ ગ્રામ ચોરસ સમારેલા રીંગણા
  3. 1 ચમચીજીણો સમારેલો ગોળ
  4. ૩-૪ ચમચી લાલ મરચું
  5. ૧/૪ નાની ચમચીહળદર
  6. ૩-૪ ચમચી આંબલીનું પાણી
  7. ❤️વાંગી મસાલો બનાવવા
  8. ૨ મોટી ચમચીચણાની દાળ
  9. ૧ મોટી ચમચીઅડદની દાળ
  10. ૧ મોટી ચમચીઆખુ જીરૂ
  11. ૧ મોટી ચમચીઆખા ધાણા
  12. ૪-૫ સુકા લાલ મરચાં
  13. ૨ મોટી ચમચીનાળિયેરનું છીણ ડ્રાય/ ફ્રેશ
  14. ૧/૪ ચમચીહીંગ
  15. ૨ ચમચીલાલ મરચું
  16. ૧ ચમચીઆખા મરી
  17. ૪-૫ લવિંગ
  18. તજનો ટુકડો નાનો
  19. ❤️વઘાર માટે
  20. ૧ ચમચીચણાની દાળ
  21. ૧ ચમચીઅડદની દાળ
  22. ૧ ચમચીરાઈ
  23. ૭-૮ મીઠા લીમડાંના પાંદડાં
  24. ૩ ચમચીશીંગદાણા
  25. સુકા મરચાં
  26. ૩ ચપટીહીંગ
  27. ૨-૩ મોટી ચમચી ઘી/ તેલ(મેં ઘી માં બનાવ્યા છે)
  28. ❤️અન્ય
  29. ૨ ચમચીઉપરથી રેડવા ઘી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    વાંગી મસાલા માટે નાળિયેરના છીણ સિવાય બધી જ સામગ્રી ઘીમા તાપે ૫-૭ મિનિટ શેકી લો. હવે નાળિયેરનું છીણ નાખી ફરી ૧ મિનિટ શેકો. ઠંડુ પડે એટલે જીણું દળી લો.

  2. 2

    દળ્યા બાદ ૨ ચમચી લાલ મરચું અને ૩ ચપટી હીંગ નાખી હલાવી મીક્ષ કરી લો. વાંગી પાઉડર તૈયાર છે

  3. 3

    હવે ૨-૩ ચમચી ઘી મુકી ઉપર મુજબ વઘારની સામગ્રી મુકી વઘાર કરો.હવે સમારેલા રીંગણ નાખો.૨ મિનિટ સાંતળો.

  4. 4

    લાલ મરચું, હળદર, મીઠું અને વાંગી મસાલો (૨-૩ ચમચી) નાખી હલાવો. ૧/૨ ગ્લાસ પાણી નાખી ઢાંકી રીંગણ ચડવા દો.૧ ચમચી ગોળ અને આંબલીનું પાણી નાખો. રીંગણ ચડી જાય અને પાણી બળી જવું જોઇએ

  5. 5

    હવે રાંધેલા ભાત નાખો. ૨ ચમચી ફરી વાંગી મસાલો નાખો. (તીખાશ વધુ જોઈએ તો વધારે મસાલો નાખો)બરાબર હલાવો.૨-૩ મિનિટ ઢાંકી ભાતમાં મસાલો ભળવા દો.ઉપરથી ૧-૨ ચમચી ઘી રેડો.

  6. 6

    ભાત તૈયાર. પાપડ અને રાઇતા જોડે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes