દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#GA4
#Week25
Dahi vada
દહીં વડા એ અડદ ની દાળ માંથી બનાવવામાં આવતી વાનગી છે તે મીઠુ દહીં નાખી ને ખાવામાં આવે છે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

#GA4
#Week25
Dahi vada
દહીં વડા એ અડદ ની દાળ માંથી બનાવવામાં આવતી વાનગી છે તે મીઠુ દહીં નાખી ને ખાવામાં આવે છે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૪-૫ વ્યક્તિ માટે
  1. ૨ કપઅડદની દાળ
  2. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  3. ૧/૪ કપકાજુ ના ટુકડા
  4. ૧/૪ કપકીસમીસ
  5. દાડમ ના દાણા જરુર મુજબ
  6. ૪-૫ કપ મોરુ દહીં
  7. મીંઠુ સ્વાદાનુસાર
  8. ૨ ચમચીસેકેલ જીરા પાઉડર
  9. કોથમીર સમારેલી જરુર મુજબ
  10. ૨ ચમચીમરચા ની કટકી
  11. તળવા માટે તેલ જરુર મુજબ
  12. ૧ ચમચીઆખુ જીરુ
  13. જરુર મુજબ પાણી
  14. ૧-૧/૨ કપ દળેલી સાકર અથવા ખાંડ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ અડદ ની દાળ ને ધોઈ લો પછી તેમા જરુર મુજબ પાણી નાખીને બરાબર ૪-૫ કલાક પલડવા દો પલડી જાય પછી તેને મિક્સરમાં જાર માં ક્રશ કરી લો વડા હાથેથી પડી શકે તેવુ બેટર તૈયાર કરવું.

  2. 2

    ક્રશ થઈ ગયા બાદ તેમા આખુ જીરું ને મરચા ની કટકી ઉમેરો ને વડા પડી શકે તેવુ બેટર તૈયાર છે વડા ને ગરમ તેલ માં તળી લો.

  3. 3

    (મીઠુ દહીં બનાવવા માટે દહીં માં પીસેલી સાકર નાખી દો મીંઠુ દહીં તૈયાર છે.) ત્યાર બાદ વડા ને પાણી માં પલાળી લો.ત્યાર બાદ
    વડા માંથી પાણી નીતારી ને એક બાઉલમાં કાઢી લો.

  4. 4

    ત્યાર બાદ પલાડેલ વડા પર મીઠુ દહીં અને તેના પર શેકેલ જીરા પાઉડર અને લાલ મરચું પાઉડર નાખો ને તેનાપર કીસમીસ કાજુ ના કટકા ને દાડમ ના દાણા ને કોથમીર નાખી ને સર્વ કરો.

  5. 5

    કે દહીં વડા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર

Similar Recipes