વેજ મખ્ખનવાલા (Veg. Makhanwala Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#AM3
આજે મેં વેજ મખન વાલા સબ્જી બનાવી છે એક ટેસ્ટી એને ફૂલ વેજીસ સાથે થોડું પનીર અને ચીઝ એક રિચ ટેસ્ટ આપે છે

વેજ મખ્ખનવાલા (Veg. Makhanwala Recipe In Gujarati)

#AM3
આજે મેં વેજ મખન વાલા સબ્જી બનાવી છે એક ટેસ્ટી એને ફૂલ વેજીસ સાથે થોડું પનીર અને ચીઝ એક રિચ ટેસ્ટ આપે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો મિક્સ વેજીસ (ગાજર વટાણા ફણસી ફ્લાવર)
  2. 1કેપ્સીકમ
  3. 4ડુંગળી
  4. 3ટામેટાં
  5. 1/2 વાટકીપનીર
  6. 1ક્યુબ ચીઝ
  7. 4 ચમચીબટર
  8. 2 ચમચીતેલ
  9. 2 ચમચીફ્રેશ મલાઈ
  10. 8કાજુ
  11. 1તમાલપત્ર
  12. 1 લવીંગ
  13. 1તજ
  14. 1 ચમચીખસખસ
  15. 1 ચમચીકસૂરી મેથી
  16. 3 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  17. 1/2હળદર
  18. 1 ચમચીકાશ્મીરી મરચું
  19. 1 ચમચીધાણાજીરું
  20. 1 ચમચીકિચનકિંગ મસાલો
  21. કોથમીર જરૂર મુજબ
  22. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    3 ડુંગળી ને મોટી સમારી લયો તેમાં કાજુ ખસખસ મગજતરી અને 4 કળી લસણ ની એડ કરી એને બાફી લયો અને ઠરે એટલે એને ક્રશ કરી લયો

  2. 2

    ટામેટાં માં એક તમાલપત્ર લવીંગ તજ ઉમેરી એને પણ બાફી લયો અને ઠરે એટલે ખડા મસાલા કાઢી ક્રશ કરી લયો

  3. 3

    ગાજર વટાણા ફણસી ફ્લાવર ને સમારી એને પણ બાફી લેવા બહુ ચઢવા ન દેવા

  4. 4

    હવે એક પેન માં 2 ચમચી બટર અને 1 ચમચી તેલ મૂકી તેમાં લસણ ની પેસ્ટ વ્હાઈટ પેસ્ટ સાંતળો કસૂરી મેથી પણ ઉમેરોથોડું સતળાઈ પછી ટામેટાં ની પેસ્ટ પણ ઉમેરો અને હવે હળદર ગરમ મસાલો ધાણાજીરું લાલમરચુ મીઠું ઉમેરી મિક્સ કરી સાંતળવા દયો આ ગ્રેવી ને તમે સ્ટોર પન કરી શકો છો

  5. 5

    હવે પેન માં બટર તેલ ઉમેરી ગરમ થાઈ એટલે આદુ લશન મરચા ની પેસ્ટ સાંતળો તેમાં 1 ડુંગળી કટ કરી સાંતળો હવે તેમાં કેપ્સિકમ ઉમેરો થોડું ચડે એટલે તેમાં બોઇલ વેજીસ ઉમેરો

  6. 6

    હવે થોડું સાંતળી તેમાં બનાવેલ ગ્રેવી એડ કરી મિક્સ કરી લયો હવે તેમાં પનીર ના ટુકડા ઉમેરો અને મિક્સ કરી લયો

  7. 7

    હવે તેમાં મલાઈ ઉમેરો છેલ્લે ચીઝ ઉમેરો અને કોથમીર થી સજાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes