તુરીયા નું ગ્રેવી વાળું શાક (Turiya Gravy Valu Shak Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

#EB
#week6
તુરીયા નું ગ્રેવી વાળું શાક

આજે મેં તુરિયાનું એક પંજાબી ગ્રેવીવાળું શાક બનાવ્યું છે જેની ગ્રેવીમાં મેં ટામેટાં ડુંગળી લસણ લીધા જ છે તેની સાથે દુધી પણ ઉમેરી છે એટલે તુરીયા અને દુધી બંને બધાને નથી ભાવતા તે આ રીતના પંજાબી ટચના શાકથી આપણે બધાને સારી રીતે ખવડાવી શકીએ છીએ .

તુરીયા નું ગ્રેવી વાળું શાક (Turiya Gravy Valu Shak Recipe In Gujarati)

#EB
#week6
તુરીયા નું ગ્રેવી વાળું શાક

આજે મેં તુરિયાનું એક પંજાબી ગ્રેવીવાળું શાક બનાવ્યું છે જેની ગ્રેવીમાં મેં ટામેટાં ડુંગળી લસણ લીધા જ છે તેની સાથે દુધી પણ ઉમેરી છે એટલે તુરીયા અને દુધી બંને બધાને નથી ભાવતા તે આ રીતના પંજાબી ટચના શાકથી આપણે બધાને સારી રીતે ખવડાવી શકીએ છીએ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 400 ગ્રામતુરીયા
  2. 1કેપ્સીકમ
  3. 2 -3 ચમચી શીંગદાણા
  4. નાની ચમચીહિંગ
  5. નાની ચમચીહળદર
  6. 1 ચમચીમરચું
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. નાની ચમચીગરમ મસાલો
  10. ગ્રેવી બનાવવા
  11. 2 નંગડુંગળી
  12. ૩ નંગટામેટા
  13. 1નાની દૂધી
  14. 6 -7 કળી લસણ
  15. 1 ચમચીમગજતરીના બી
  16. 2 ચમચીકાજુના ટુકડા
  17. 1 ચમચીકિચન કિંગ મસાલો
  18. રૂટિન મસાલા
  19. 1 નાની ચમચીગરમ મસાલો
  20. સ્વાદ પ્રમાણેમીઠું
  21. ૧ નાની ચમચીખાંડ
  22. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગ્રેવી બનાવવા ડુંગળી ટામેટાં દૂધીને મોટા કટકા કરી લ્યો એક કડાઈમાં આ બધું ઉમેરી લસણ મગજતરી ના બી કાજુના ટુકડા બધા મસાલા સ્વાદ પ્રમાણે મીઠું જરૂર મુજબ પાણી અને બે ચમચી ઘી ઉમેરી બધું બરોબર હલાવી ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર મિનિટ માટે બધું ચઢવા દો બધું બરાબર ચડી જાય એટલે ઠંડું પાડી તેની કરશ કરી એક વાર ગાળી લ્યો

  2. 2

    હવે એક મિક્સર જારમાં શીંગદાણા અને બધા મસાલા ઉમેરી ક્રશ કરી એક પાઉડર બનાવી લો હવે તુરીયા ના મોટા ફટકા કરી આ બધા મસાલો તેના પર છાંટી અને ૧૦ મિનીટ માટે મેરીનેટ કરો. ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી રાઈ નો વઘાર કરી આ મેરીનેટ કરેલા તુરિયાને તેમાં ઉમેરો બરોબર હલાવી થોડા ચઢે એટલે તેમાં કેપ્સિકમના ના થોડા મોટા કટકા કરી તે પણ ઉમેરો કેપ્સીકમ ચડી જાય અને તુરીયા પર ચડી જાય એટલે ગેસ બંધ કરી દો

  3. 3

    હવે એક કઢાઈમાં એક ચમચી તેલ અને ૧ ચમચી ઘી મૂકી ગરમ થાય એટલે બનાવેલી ગ્રેવી ઉમેરો ગ્રેવી બરોબર ઉકળે એટલે તેમાં તુરીયા અને કેપ્સિકમ વાળું શાક ઉમેરી બરાબર મિક્સ કરી એક મિનિટ માટે થવા દો ત્યારબાદ ગરમાગરમ શાક ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

Similar Recipes