સરગવા શીંગ ની ગુજરાતી દાળ (Saragva Shing Gujarati Dal Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2-3 સર્વિંગ્સ
  1. 1 કપતુવેર દાળ
  2. 2સરગવાની શીંગ
  3. 1ટમેટું જીણું સમારેલું
  4. 1મરચું જીણું સમારેલું
  5. 1નાનો ટૂકડો આદું
  6. 1/2લીંબુ
  7. 1 ચમચીદેશી ગોળ
  8. 2 ચમચીશીંગદાણા
  9. 1/2 ચમચીહળદર
  10. મીઠું સ્વાદાનુંસાર
  11. 8-10લીમડાના પાન
  12. 3-4લવીંગ
  13. 1/2 ચમચીરાઇ
  14. 1/2 ચમચીજીરું
  15. 1/4 ચમચીહીંગ
  16. 2 ચમચીતેલ
  17. 1/2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    તુવેરદાળ ને 2-3 વાર પાણી વડે સાફ કરી લો. સરગવાની શીંગ ને પાણી થી સાફ કરી લાંબા ટૂકડા કરી વચ્ચે થી કાપી લો.

  2. 2

    તુવેરદાળ માં જરૂર મુજબ પાણી નાખી દો. સરગવા અને દાળ ને કૂકરમાં નાખી 3 સીટી કરી લો. પછી દાળને બ્લેન્ડર વડે ક્રશ કરી લો.

  3. 3

    એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો. પછી રાઇ, જીરું, હીંગ, લીમડો, લવીંગ, મરચું નાખી સાંતળી લો. પછી ટામેટાં અને શીંગદાણા નાખી સાંતળી લો.

  4. 4

    હવે દાળ નાખી મિક્સ કરી લો. પછી આદૂને ક્રશ કરી નાખો. તેમજ હળદર અને મીઠું નાખી મિક્સ કરી લો.

  5. 5

    હવે સરગવાની શીંગ નાખી દો. પછી 5 મિનિટ ઉકળવા દો. હવે દેશી ગોળ, લીંબુ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લો.

  6. 6

    તો તૈયાર છે સરગવા શીંગ ની ગુજરાતી દાળ. ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes