ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
બે લોકો માટે
  1. 1 નાનો કપતુવેરની દાળ
  2. ૨ કપપાણી
  3. ૧નાનુ સમારેલુ ટામેટું
  4. 1 ચમચીશીંગદાણા
  5. 4 થી 5 મીઠા લીમડાના પાન
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧ નાની ચમચીહળદર
  8. નાની ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. 1 ચમચીગોળ
  12. વઘાર માટે
  13. દોઢ ચમચી તેલ
  14. નાની ચમચીજીરું
  15. ચમચીરાઈ
  16. 1લવિંગ
  17. ૧ નાનો ટુકડો તજ
  18. 1 બાદીયુ
  19. 1 તમાલપત્ર
  20. ૧ ચમચીઆદુ મરચા
  21. જરૂર મુજબ કોથમીર
  22. ૧ નાની ચમચીસરગવા નો પાઉડર
  23. ૧ નાની ચમચીમેથી મસાલો

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    પ્રથમ તુવેરની દાળને ધોઈને 1/2 કલાક પલાળી દેવી પછી તેને કૂકરમાં પાણી મૂકી બાફી લેવી

  2. 2

    બફાઈ જાય પછી તેને એક બાઉલમાં લઈ તેની અંદર જરૂર પ્રમાણે પાણી મિક્સ કરી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવી

  3. 3

    પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખી ઉકડવા મૂકી દેવી

  4. 4

    હવે એક વધાર્યા માંતેલ મૂકી એ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ તમાલપત્ર બાજુ તજ લવીંગ અને મીઠા લીમડાના પાન અને હિંગ નાખી સમારેલા ટામેટા નાખી હલાવી તેમાં શીંગદાણા આદુ મરચાં નાખી દાળ ની અંદર એ વઘાર ને રેડી દેવો

  5. 5

    પછી તેની અંદર ગોળ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું હવે છેલ્લે તેની અંદર સરગવા નો પાઉડર અને મસાલો નાખી દાળ થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાડવી

  6. 6

    છેલ્લે તેમાં કોથમીર નાખી સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes