દેશી સિઝલર (Desi Sizzler Recipe In Gujarati)

Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
Bhavnagar

#MA
મમ્મા સ્ટાઇલ સિઝલર / દેશી સિઝલર

દેશી સિઝલર (Desi Sizzler Recipe In Gujarati)

#MA
મમ્મા સ્ટાઇલ સિઝલર / દેશી સિઝલર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચોખા બનાવા માટે ની સામગ્રી
  2. 1 કપચોખા
  3. 2 ચમચીલસણ હળદર મરચાં ની પેસ્ટ
  4. 1/2 ચમચીરાઇ
  5. 1/3 કપલીલાં વટાણા
  6. 1/4 કપતાજી મેથી
  7. 1 ચમચીલાલ મરચું
  8. સ્વાદનુસાર મીઠું
  9. 2 ચમચીતેલ
  10. બટાકા બનાવા માટે ની સામગ્રી
  11. 4બટાકા,(1 બટાકા કેપ્સિકમ માટે)
  12. 1/2 કપલસણ મરચાં હળદર પેસ્ટ
  13. 2 ચમચીલાલ મરચું
  14. 2 ચમચીદાણા જીરુ
  15. 1 ચમચીઆમચૂર
  16. 1/4 કપકોથમીર
  17. સ્વાદનુસાર મીઠું
  18. 1/4 કપતેલ
  19. કેપ્સિકમ બનાવા માટે સામગ્રી
  20. 2કેપ્સીકમ
  21. 1લસણ વારું બટાકુ
  22. 2 ચમચીપેસ્ટ
  23. મીઠું
  24. 2 ચમચીતેલ
  25. સરગવો બનાવા માટે
  26. 2સરગવો
  27. 1/4 ચમચીહળદર
  28. 1 ચમચીપેસ્ટ
  29. 1 ચમચીતેલ
  30. સ્વાદનુસાર મીઠું
  31. ગાર્નિશ માટે
  32. ફૂદીનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા બનાવા માટે,ચોખા ને 2-3 વાર સારી રીતે ધોઈ ને,15 મિનિટ માટે પલારી લો, હવે એક વાસણ માં તેલ ગરમ કરો અને તેમાં રાઈ તાંતણો,ત્યાર બાદ તેમાંલસણ હળદર મરચાં ની પેસ્ટ 2-3 મિનીટ માટે સાંતળી લો, પછી તેમાં 2 કપ પાણી,મરચું,લીલા વટાણા,મેથી, મીઠું ઉમેરો, પાણી માં ઉભરો આવે ત્યાંરે તેમાં ચોખા નાંખો,10-12 મિનિટ માટે ચોખા ને પકાવો ત્યારે છે ચોખા

  2. 2

    બટાકા બનાવા માટે એક કૂકર માં તેલ ગરમ કરો અને લસણ મરચાં હળદર પેસ્ટ ની ઉમેરો 2-3 મિનીટ માટે સાંતળી લો,ત્યાર બાદ તેમાં બટાકા, મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો 1/2 કપ પાણી ઉમેરીને 1 સીટી લગાવીને,5 મિનિટ માટે ધીમી ગેસ પર રાખો

  3. 3

    બટાકા ભી સારી રીતે બફાઈ ગયા છે હવે એક થાળીમાં બટાકા ને કાઢી લેશું,કૂકર ના તળિયે લસણ ની પેસ્ટ માં બધા મસાલા,કોથમીર ઉમેરી ને સારી રીતે મિક્સ કરીશુ,2-3 મિનિટ માટે પકાવશું,પેસ્ટ ત્યારે છે(આ પેસ્ટ કેપ્સિકમ, સરગવો માટે વાપરીશું), બટાકા પર પેસ્ટ સ્પ્રેડ કરશુ,બટાકા ત્યારે છે

  4. 4

    કેપ્સિકમ બનાવા માટે કેપ્સિકમ ને ગોળ કાપી લો, હવે બાફેલા બટાકા ને સારી મસેલી ને તેમાં પેસ્ટ ઉમેરો મિક્સર ત્યાર કરો,આ મિક્સર ને કેપ્સીકમ માં ભરી લો અને કડાઈ માં કેપ્સિકમ રાખીને ઉપર થી તેલ ઉમેરો,5-7 મિનિટ માટે ધીમી ગેસ પર રાખો ત્યાર છે કેપ્સિકમ

  5. 5

    સરગવો બનાવા માટે એક કૂકર માં તેલ લો,ગરમ કરો હવે તેમાં પેસ્ટ ઉમેરો 1 મિનિટ માટે સાંતળી લો,પછી તેમાં સરગવો, હળદર, મીઠું પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરો,1 સીટી આવે ત્યાં સુધી પકાવો ત્યારે છે સરગવો

  6. 6

    એક ડીશ માં ચોખા,બટાકા, સરગવો, કેપ્સિકમ ને સર્વ કરો અને ફુદીનાં થી ગાર્નિશ કરો ત્યારે છે મમ્મા સ્ટાઇલ સિઝલર / દેશી સિઝલર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
પર
Bhavnagar

Similar Recipes