વેજીટેબલ સિઝલર (Vegetable Sizzler Recipe in Gujarati)

Komal Doshi
Komal Doshi @komal
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
૪ લોકો
  1. Barbeque sauce માટે
  2. ૨ ચમચીતેલ
  3. ૧ ઇંચઆદું નો ટૂકડો
  4. ૩-૪ લસણ ની કળી
  5. લીલાં મરચાં
  6. નાની ડુંગળી
  7. ૧ ચમચીમરી
  8. તજ પત્તા
  9. ૧ કપટોમટો કેચઅપ
  10. ૧ કપપાણી
  11. ૧ ચમચીસોયા સોસ
  12. ૧૦-૧૨ દાણા ની દાની
  13. ૧ ચમચીમસ્ટર્ડ સોસ
  14. પનીર શાસ્લિક માટે
  15. ૧ ચમચીઓરેગાનો
  16. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  17. મીઠું સ્વાદાનુસાર
  18. ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  19. ૨ ચમચીતેલ
  20. ૨૦૦ ગ્રામ પનીર
  21. નાની ડુંગળી
  22. ૧ કપમિક્સ કેપ્સિકમ
  23. તેલ તળવા માટે
  24. બટર રાઈસ માટે
  25. ૧ કપબાફેલા ચોખા
  26. ૨ ચમચીબટર
  27. ૧ કપમિક્સ કેપ્સિકમ
  28. ૧/૨ કપગાજર
  29. ૧/૨ કપફણસી
  30. નાની ડુંગળી
  31. ૫-૬ બેબી કોર્ન
  32. ૧/૪ કપકોબીજ
  33. લીલા મરચાં
  34. ૨ ચમચીઆદું લસણ ની પેસ્ટ
  35. ૧ ચમચીમરી પાઉડર
  36. મીઠું સ્વાદાનુસાર
  37. લીલી ડુંગળી
  38. ટીક્કી માટે
  39. બાફેલા બટાકા
  40. ૧/૨ કપપલાળેલા પૌંઆ
  41. ૨ ચમચીચોખા નો લોટ
  42. ૧/૪ કપઝીણા સમારેલા ગાજર
  43. ૧/૪ કપઝીણી સમારેલી ફણસી
  44. ૧/૪ કપકેપ્સીકમ
  45. ૧ ચમચીલાલ મરચું
  46. ૧ ચમચીઆમચૂર પાઉડર
  47. મીઠું સ્વાદાનુસાર
  48. તેલ તળવા માટે
  49. બ્રેડ ક્રમસ
  50. વેજ સ્ટર ફ્રાય
  51. ૧/૨ કપલાંબા સમારેલાં ગાજર
  52. ૧/૨ કપબ્રોકોલી ના ટુકડા
  53. ૧/૨ કપલાંબી સમારેલી ફણસી
  54. ૧ કપમિક્સ કેપ્સિકમ
  55. ૪-૫ લાંબા સમારેલાં બેબી કોર્ન
  56. ૨ ચમચીબટર
  57. ૨ ચમચીઆદું લસણ ની પેસ્ટ
  58. મીઠું સ્વાદાનુસાર
  59. ૧ ચમચીમરી પાઉડર
  60. ફ્રેન્ચ ફ્રાઈસ માટે
  61. ૧ કપફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈસ
  62. તેલ તળવા માટે
  63. સિઝલર માટે
  64. નોન સ્ટીક પેન
  65. ૩-૪ ચમચી ઠંડુ બટર

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    Barbeque સોસ માટે એક કઢાઈ માં તેલ ગરm કરો. તેલ ગરમ થઇ જાય એટલે લીલાં મરચાં, ડુંગળી, આદું અને લસણ નાખી ને એક મિનિટ માટે સાંતળો.

  2. 2

    હવે તેમાં તજ પત્તા અને મરી નો પાઉડર નાખીને ૨ મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં ટોમેટો કેચઅપ, પાણી, સોયા સોસ અને લીલા ધાણા ની દાની નાખી ને ૫-૬ મિનિટ સુધી ઉકાળો.

  3. 3

    પછી તેમાં મસ્ટર્ડ સોસ નાખી ને તુરંત એક મિનિટ પછી ગેસ બંધ કરી ને તેને કાના વાળા બાઉલ માં ચાણી લઈ ને સાઇડ પર મૂકી દો.

  4. 4

    પનીર શા માટે એક બાઉલ માં ઓરેગાનો, લાલ મરચું પાઉડર, મીઠું, આદું લસણ ની પેસ્ટ, તેલ બધું મિક્સ કરો. પછી તેમાં પનીર, ડુંગળી અને કેપ્સિકમ નાખીને બરાબર મિક્સ કરીને ૧૦ મિનિટ માટે સાઇડ પર મૂકી દો.

  5. 5

    પનીર મરીનેટ થાય ત્યાં સુધી આપડે બટર રાઈસ બનાવી લઈશું. તેના માટે એક કઢાઈ માં બટર ગરમ કરો. ત્યાર બાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ અને ડુંગળી સાંતળી લો.

  6. 6

    બધા શાક ને સમારી લો. અને ડુંગળી સાંતળી ને તેમાં બધા શાક નાખી ને ફાસ્ટ ગેસ પર ૨ મિનિટ માટે ચડવા દો. જેથી તે crunchy રહે. હવે તેમાં મીઠું ને મરી નો પાઉડર નાખી ને હલાવી દો.

  7. 7

    ત્યાર બાદ તેમાં બાફેલા ચોખા નાખી ને ૨ મિનિટ પછી ગેસ બંધ કરી ને તેની પર લીલી ડુંગળી નાખી ને બાજુ પર મૂકી દો.

  8. 8

    ૧૦ મિનિટ પછી એક barbeque સ્ટીક પર પેહલા પનીર પછી ડુંગળી અને પછી કેપ્સિકમ ફરી એકવાર પનીર ડુંગળી ને કેપ્સિકમ એમ કરી ને સ્ટીક ત્યાર કરો.

  9. 9

    હવે ગ્રિલ પેન પર થોડું તેલ લગાવી ને ગરમ કરો અને પનીર સ્ટીક ને બધી બાજુ થી ગ્રીલ કરી લો. અને બાજુ પર મૂકી દો.

  10. 10

    હવે આપડે ટીક્કી બનાવા માટે બાફેલા બટાકા નો છુંદો કરી ને તેમાં પલાળેલા પૌંઆ અને ચોખા નો લોટ નાખીશું.

  11. 11

    તેમાં બધા શાક, મીઠું અને મરી નો પાઉડર નાખીને મિક્સ કરી ને લોટ બાંધી દો.

  12. 12

    હવે તેમાંથી નાની ટીક્કી બનાવી લઈશું.

  13. 13

    બધી ટીક્કી બની જાય એટલે તેની પર બ્રેડ ક્રમ્સ લગાવી દઈશું. પેન માં થોડું તેલ નાખી ને બધી ટીક્કી શેલો ફ્રાય કરી લઈશું.

  14. 14

    ટીક્કી ને બંને બાજુ થી સરસ ગોલ્ડન બ્રાઉન રંગની શેકી લઈશું.

  15. 15

    વેજ સ્ટર ફ્રાય માટે એક પેન માં બટર ગરમ કરી ને તેમાં આદું લસણ ની પેસ્ટ નાખી ને ૨ મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં બધા શાક નાખી ને ૨-૩ મિનિટ માટે ફાસ્ટ ગેસ પર સ્ટર કરી લો. તેમાં મીઠુ ને મરી નો પાઉડર નાખી ને એક મિનિટ પછી ગેસ બંધ કરી દો. શાક બહુ સમય માટે ચડવા દેશો નઇ. આપડે તેને થોડા crunchy રાખવા ના છે.

  16. 16

    હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો. અને તેમાં ફ્રેન્ચ ફ્રાઈસ ને તળી લો.

  17. 17

    હવે આપડે બધું સીઝલર એક નોન સ્ટીક પેનમાં ગોઠવિશું. તેના માટે સૌ પ્રથમ પેન ગરમ કરો અને તેના પર કોબીજ ના પત્તા મૂકી દો. ત્યાર બાદ તેમાં પેહલા રાઈસ, વેજ સ્ટર ફ્રાય, ફ્રેન્ચ ફ્રાઈસ અને ટીક્કી ગોઠવિશુ.

  18. 18

    તેની ઉપર પનીર સ્ટીક મૂકી ને ગેસ ને થોડો ફાસ્ટ કરી ને તેમાં સાઇડ ઉપર ઠંડુ બટર નાખીશું જેનાથી એક sizzling નો દુમાડો આવશે.

  19. 19

    અને ઉપર થી barbeque સોસ નાખી ને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Doshi
Komal Doshi @komal
પર
Dubai
I'm very passionate about cooking. like to try new new recipes. for that I thank to my family who always support me.
વધુ વાંચો

Similar Recipes