વેજ ટીક્કી સિઝલર (Veg Tikki Sizzler Recipe In Gujarati)

Suhani Nagelkar
Suhani Nagelkar @cook_29465391
શેર કરો

ઘટકો

2 થી 2.5 કલાક
4 થી 5 સર્વિંગ્
  1. ~ રાઈસ બનાવવા માટે
  2. 2 મોટી ચમચીતેલ
  3. 2 ચમચીલીલા મરચાં ના ટુકડા
  4. 1/4 કપઝીણા સમારવા કેપ્સિમ
  5. 1/40 કપઝીણા સમરેલા ગાજર
  6. 1/4 કપબાફેલી મકાઈ ના દાણા
  7. 1/4 કપઝીણી સમારેલી ફણસી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1/2 ચમચીમરી નો પાઉડર
  10. 1.5 કપચોખા 80% બાફેલા
  11. સમારેલી લીલી ડુંગળી ના પાન
  12. ~ વેજ આલુ ટીક્કી બનાવવા માટે
  13. 2 કપબાફેલા બટાકા (4 નંગ)
  14. 3/4 કપજેટલા પવવા
  15. 2 TSPચોખા નો લોટ
  16. 1/2ઝીણાં સમારેલાં ગાજર
  17. 1/2 કપકેપ્સિકમ
  18. મીઠું સ્વાદાનુસાર
  19. 1 TSPલાલ મરચું
  20. 1/2 TSPમરી નો પાઉડર
  21. 1 TSPચટ્ટ મસાલો
  22. ટીક્કી ને તળવા માટે તેલ
  23. ~ બાર્બી ક્યૂબ સોર્સ બનાવવા માટે
  24. 3/4 કપટોમેટો સોસ
  25. 1/2 TSPસોયા સોસ
  26. 1/2 TSPમસ્ટર્ડ સોસ
  27. 1/2 TSPજીરા નો પાઉડર
  28. 1/2મોટી ચમચી લાલ મરચું પાઉડર
  29. 1મોટી ચમચી બટર
  30. 1 TSPતેલ
  31. 1/2 TSPઆદું ની પેસ્ટ
  32. 1/2 TSPલસણ ની પેસ્ટ
  33. 1/2 કપઝીણી સમારેલી ડુંગળી
  34. 1/4 કપગોળ
  35. 1/4 કપપાણી
  36. 1/4 કપવિનેગર
  37. ~ વેજીટેબલ સ્ટર્ ફ્રાય
  38. 1 TSPબટર
  39. 1 TSPતેલ
  40. 1 TSPલસણ ના ઝીણા ટુકડા
  41. 1 TSPઆદું ના ટુકડા
  42. 1/2 કપગ્રીન કેપ્સિકમ ના ટુકડા
  43. 1/2 કપગાજર ના ટુકડા
  44. 1/2 કપબેબી કોર્ન
  45. 1/2 કપબ્રોકોલી
  46. 1/2 કપબીન્સ
  47. 1/2 કપરેડ કેપ્સિકમ
  48. સ્વાદ અનુસારમીઠું
  49. 1/2 ચમચીમીઠું
  50. 1/2 ચમચીમરી પાઉડર
  51. 1/4 ચમચીખાંડ
  52. ~ ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે
  53. 2મિડીયમ સાઇઝ ના બટાકા
  54. થોડું મીઠું
  55. સીઝલર્ ને એસ્સંબલ કરવા માટે
  56. સિઝલર પ્લેટ
  57. ~ભરેલું કેપ્સીકમ બનાવવા માટે
  58. 3કેપ્સીકમ
  59. 1મુઠ્ઠી દેસી ચણા
  60. 1 ચમચીલાલ મરચું
  61. 1 ચમચીચાટ મસાલો
  62. 1 ચમચીધાણા જીરું
  63. 1 ચમચીખાંડ
  64. મીઠું સ્વાદાનુસાર
  65. કોથમીર

રાંધવાની સૂચનાઓ

2 થી 2.5 કલાક
  1. 1

    સૌ પ્રથમ ‌એક પેન માં તેલ નાખી ને ગરમ થાય એટલે તેમાં મરચાં કેપ્સિકમ, ગાજર, મકાઈ, ફણસી અને મીઠું એડ કરી ને સોટે કરી લઇ એ વેજીટેબલ ને હાઈ ફ્લેમ પર કોક કરવા ત્યાર બાદ તેમાં મરી નો પાઉડર એડ કરી ને સારી રીતે મિક્સ કરી લઇ એ ત્યાર બાદ તેમાં રાઈસ નાખી ને મિક્સ કરીશું અને લીલી ડુંગળી ના પાન નાખીશું.

  2. 2

    ટીક્કી બનવા મટે બટાકા ને ખમણી લેવાના ત્યાર બાદ તેમાં પૌવા, ચોખા નો લોટ, ગાજર, કેપ્સિકમ, મીઠું, લાલ મરચું, મરી નો પાઉડર, ચાટ મસાલો નાખી ને હાથ થી બરા બર મિક્સ કરીશું અને હાથે થોડું તેલ લગાવી ને ટીક્કી નો રાઉન્ડ શેપ આપીશું ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તેમાં ટીક્કી ને ગોલ્ડન ફ્રાય ત્યાં સુધી કરીશું.

  3. 3

    બાર્બી ક્યૂબ સોર્સ બનવા માટે એક એક પેન મા ટોમેટો સોસ, સોયા સોસ, મસ્ટર્ડ પાઉડર, જીરા નો પાઉડર, લાલ મરચું,નાખીને બરા બર રીતે મિક્સ કરી લઈશું ત્યાર બાદ સોર્સ ને કોક કરવા માટે એક પેન માં બટરર અને તેલ એડ કરીશું હવે ગરમ થાય પછી તેના આદું અને લસણ ની પેસ્ટ અને ડુંગળી નાખી ને હાઈ ફલેમ પર કૂક કરી લઈશું ત્યાર બાદ તેમાં ગોળ અને પાણી નાખીસુ ગોળ અને પાણી મેલ્ટ થાય ત્યાર પછી તેમાં સોર્સ નાખી ને વિનેગર નાખી ને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું.

  4. 4

    હવે વેજિટેબલ સ્ટર ફ્રાય બનવા માટે એક પેન માં બટર અને તેલ એડ કરીશું ત્યાર બાદ તેમાં લસણ ના ટુકડા અને આદું ના ટુકડા એડ કરી ને 2 મિનિટ જેવું થવા દઈશું. ત્યાર બાદ તેમાં બધા વેજિટેબલ એડ કરવા અને બટર થી બરા બર એડ કરવું ત્યાર બાદ તેમાં મીઠું અને મરી નો પાઉડર અને ખાંડ એડ કરી ને હાઈ ફલેમ પર 3 થી 4 મિનિટ માટે કોક કરી લઈશું

  5. 5

    હવે ભરેલું કેપ્સીકમ બનવા માટે કેપ્સીકમ ને ઉપર થી કટ કરી લેવું ત્યાર બાદ ચણા ને બાફી ને મેષ કરી ને બધા મસાલા એડ કરવા અને કેપ્સીકમ માં ભરી લેવું અને એક પેન મા બટર એડ કરી ને 2 થી 3 મિનિટ થવા દેવું.

  6. 6

    હવે ફ્રેન્ચ ફ્રાય બનવા માટે બટાકા ની સ્લાઈસ કરી છે એને તેલ ગરમ થાય ત્યારે ગોલ્ડન બ્રાવન થાય ત્યાં સુધી કરી લઈશું

  7. 7

    સીઝલર્ ને એસેમ્બલ કરવા માટે લોખંડ ની સીઝલર પ્લેટ નીગૅસ પર 20 થી 25 માટે ગરમ કરવા મુકીશું હવે કોબીજ ને મોટી સ્લાઈસ માં કટ કરી ને પ્લેટ પર સ્પ્રેડ કરી દઈશું, હવે પ્લેટ માં કિનારી થી થોડી જગ્યા રાખી ને રાઈસ રાખીશું, રાઈસ ની સામે ની બાજુ માં સ્ટર ફ્રાય કરેલા વેજિટેબલ અને સાથે ક્રિસ્પી ફ્રેંચ ફ્રાય ને રાખીશું, હવે સિત્ઝલર પ્લેટ ની સેન્ટર માં આલ્લું ટીકી રાખીશું,ભરેલું કેપ્સીકમ ને મુકીશું, હવે બટર ના નાના નાના ટુકડા ને ગોઠવી ને મૂકી દઈશું, હવે તૈયાર કરેલા સોર્સ ને બાર બર રીતે સ્પ્રેડ કરીશું

  8. 8

    તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ ટીક્કી સિઝલર વીથ સોસ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Nagelkar
Suhani Nagelkar @cook_29465391
પર
i love cooking 😍foodie 🍕🍟🤞🍿
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes