ભરેલાં ભીંડા (Bharela Bhinda Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#EB
#week1
#cookpadindia
#cookpad
#cookpadguj
લીલા શાકભાજીમાં ભીંડા નું મુખ્ય સ્થાન છે. આ આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. એમાં ઘણા પોષક તત્વો અને પ્રોટીન રહેલા છે. ભીંડામાં ભરપૂર માત્રામાં વિટામિન એ બી અને સી રહેલા છે. આપણા આહારમાં સમયાંતરે ભીંડાને સ્થાન આપવું જોઈએ.

ભરેલાં ભીંડા (Bharela Bhinda Recipe In Gujarati)

#EB
#week1
#cookpadindia
#cookpad
#cookpadguj
લીલા શાકભાજીમાં ભીંડા નું મુખ્ય સ્થાન છે. આ આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. એમાં ઘણા પોષક તત્વો અને પ્રોટીન રહેલા છે. ભીંડામાં ભરપૂર માત્રામાં વિટામિન એ બી અને સી રહેલા છે. આપણા આહારમાં સમયાંતરે ભીંડાને સ્થાન આપવું જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦મિનિટ
૩ વ્યક્તિ
  1. ૪૦૦ ગ્રામ ભીંડા
  2. ૧/૨રેડ કેપ્સીકમના ઉભા ચીરા
  3. 🟢 ભીંડા ના મસાલા માટે ની સામગ્રી
  4. ૪ ટેબલસ્પૂનબેસન
  5. ૨ ટેબલસ્પૂનધાણાજીરું
  6. ૧ ટેબલસ્પૂનલાલ મરચાં પાઉડર
  7. ૧/૨ ટીસ્પૂનહળદર
  8. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  9. મીઠું આવશ્યકતા અનુસાર
  10. ૨ ટીસ્પૂનખાંડ
  11. ૨ ટેબલ સ્પૂનશીંગદાણા નો ભુકો
  12. ૧ ટેબલ સ્પૂનતલ
  13. ૧ ટીસ્પૂનઆખા મેથી દાણા
  14. ૨ ટેબલ સ્પૂનલીંબુનો રસ
  15. ૧ ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  16. ૧ ટીસ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  17. ૧ ટીસ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  18. ૨ ટેબલ સ્પૂનબારીક કટ કરેલ લીલા ધાણા
  19. ૨ ટેબલ સ્પૂનબારીક કટ કરેલ લીલા ધાણા
  20. ૧ ટેબલસ્પૂનતેલ.લોટમાં નાખવા
  21. 🟢ભરેલા ભીંડાના વઘાર માટે
  22. ૩ ટેબલસ્પૂનતેલ
  23. ૧/૨ ટીસ્પૂનઅજમો
  24. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૪૦મિનિટ
  1. 1

    ભીંડા ને બરાબર ધોઈ અને કોરા કરી લો. ભીંડાની ઉપર અને નીચે નો ભાગ કટ કરો અને બરાબર વચ્ચે ઊભો ચીરો કરો.

  2. 2

    હવે એક પેનમાં બેસનને બિલકુલ ધીમા તાપે શેકો તેલ નાખવું નહીં. શેકવાની સરસ સુગંધ આવે એટલે લોટને એક પ્લેટમાં કાઢીને ઠંડો થવા દેવો. લોટ બરાબર ઠંડો થઈ જાય એટલે તેમાં તેલ નાખી અને મોઈ લેવો ત્યારબાદ તેમાં ધાણાજીરૂ, લાલ મરચાં પાઉડર,હળદર,ગરમ મસાલો, મીઠું, ખાંડ, સિંગદાણાનો ભૂકો, તલ, મેથીદાણા, લસણ - મરચાંની પેસ્ટ, લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરી લેવું. છેલ્લે લીંબુનો રસ એડ કરવો અને મિક્સ કરી લેવું.

  3. 3

    હવે ચીરા‌ કરેલ ભીંડામાં વચ્ચે બરાબર ફીટ મસાલો ભરવો. ૨ ટી.સ્પૂન જેટલો મસાલો અલગ રાખવો.

  4. 4

    નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમો નાખો. ત્યારબાદ હિંગ નાખી અને ભરેલા ભીંડા નો વઘાર કરો. રેડ કેપ્સિકમ પણ એડ કરી દેવું.ગેસ બિલકુલ ધીમો રાખવો અને શાકને હલાવતી વખતે ધીમેથી હલાવવું જેથી ભરેલ મસાલો અને ભીંડા છુટા ના થઈ જાય ના થઈ જાય.

  5. 5

    ધીમા ગેસે ઢાંકીને રાખો. વચ્ચે વચ્ચે ચેક કરતા રહો જેથી શાક નીચે બળી ના જાય. ૧૦થી ૧૨ મિનિટમાં આ શાક કુક થઈ જશે. ચાકુ ભીંડામાં ભરાવી ચેક કરી લો. હવે ૨ ટી.સ્પૂન જેટલો અલગ રાખેલો મસાલો છાંટો. મિક્સ કરીને પેનને ઢાંકી દેવું. ગેસ ઓફ કરી દેવો. પાંચ મિનિટ માટે શાકને પાનમાં રહેવા દેવું અને ત્યારબાદ સર્વિંગ બાઉલમાં કાઢી લો. તૈયાર છે ટેસ્ટી ભરેલાં ભીંડા !!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes