લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#Wp શિયાળામાં પીળા પાતળી છાલના લીંબુ ખૂબ જ મળે છે અને લીંબુ એ સ્વાસ્થ્યવર્ક છે .લીંબુ એ તંદુરસ્તીનો ખજાનો છે તેની છાલ, રસ રસ કાઢી લો ધેલુલીંબુનું છત્રુ એ બધા જ ખૂબ ઉપયોગી છે. આ લીંબુના અથાણાની ખાસિયત એ છે કે મેં એને અથાવા દીધા નથી તડકે મૂક્યા નથી અને કુકરમાં એને મેં બનાવ્યા છે ખુબ જ સ્વાદિષ્ટ બન્યા છે તો ચાલો હવે આપણે બનાવીએ લીંબુનું અથાણું.

લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#Wp શિયાળામાં પીળા પાતળી છાલના લીંબુ ખૂબ જ મળે છે અને લીંબુ એ સ્વાસ્થ્યવર્ક છે .લીંબુ એ તંદુરસ્તીનો ખજાનો છે તેની છાલ, રસ રસ કાઢી લો ધેલુલીંબુનું છત્રુ એ બધા જ ખૂબ ઉપયોગી છે. આ લીંબુના અથાણાની ખાસિયત એ છે કે મેં એને અથાવા દીધા નથી તડકે મૂક્યા નથી અને કુકરમાં એને મેં બનાવ્યા છે ખુબ જ સ્વાદિષ્ટ બન્યા છે તો ચાલો હવે આપણે બનાવીએ લીંબુનું અથાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
૧૨ મહિના સુધી
  1. ૬ નંગપાતળી છાલના પીડા મોટા લીંબુ
  2. ૪૦૦ ગ્રામ ઝીણો સમારેલો ગોળ
  3. ૧ વાડકીગરમ કરી ઠંડુ પાડેલું કોઈપણ તેલ લઈ શકાય
  4. ૪ ચમચીમીઠું
  5. ૨ ચમચીહળદર
  6. ૩ ચમચીમેથીયો મસાલો
  7. ૨ ચમચીરાઈના કુરિયા
  8. ૨ ચમચીહિંગ
  9. ૩ ચમચીઅધકચરી શેકેલી વરીયાળી
  10. ૨ ચમચીધાણા ના કુરિયા
  11. ૧/૪ વાડકીસાકર
  12. ૧/૪ વાડકીલાલ કાશ્મીરી મરચું પાઉડર
  13. ૨ (2 નંગ)લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સૌપ્રથમ લીંબુને બે ત્રણ વાર પાણીથી ધોઈ કોરા કપડાથી લૂછીને કોરા કરો પછી લીંબુના ઊભા ને આડા એમ ચાર ભાગ કરો. લીંબુ કાપતી વખતે જો બિયા બહાર આવે તો તેને કાઢી લેવા હવે એ ટુકડા કરેલા લીંબુ ને મીઠું હળદરમાં ભરી 20 મિનિટ માટે રાખી મૂકો. તે સમય દરમિયાન આપણે ગેસ ઉપર વરિયાળી શેકીને અધકચરી વાટી લો અને ગોળ પણ ઝીણો સમારી મૂકી રાખો અને તેલ પણ ગરમ કરી તેને ઠંડુ પાડી રાખો

  2. 2

    કુકરમાં એક ગ્લાસ પાણી નાખી કાંઠલો મૂકી તેના પર જાડી ઊંડું વાસણ મૂકો અને લીંબુ ને બાફવા મૂકી દો. એક સિટી બોલાવી જાય ને ગેસ બંધ કરી દો. કુકર ઠંડુ પડે એટલે લીંબુના ટુકડા કાઢી એક ચારણીમાં નીતરવા મૂકી દો પાણી બધું નીતરી જાય એટલે એને થાળીમાં ખુલ્લા કરી દો અને બિયા નીકળ્યા હોય તો એને ફોકથી કાઢી લેવા હાથથી કાઢવા નહીં જેથી લીંબુ આખાને આખા જ રહે

  3. 3

    હવે પહોળા વાસણમાં ઝીણો સમારેલો ગોળ કાશ્મરી મરચરાય મેથીના કુરિયા મેથીયો મસાલો ધાણાના કુરિયા લીંબુ નો રસ હવે પા વાટકી સાકર પણ નાખી તેને પણ ફરીથી હલાવો ધીમે ધીમે ગોળ ઓગળવા લાગશે એટલે આપણે તેમાં લીંબુના ટુકડા નાખી ચમચા વડે હળવે હાથે હલાવો અલાવવામાં બહુ ઉતાવળ કરવી નહીં કલાક રહીને પછી ગોળ ઓગળી જાય તો આપણને હલાવતા ફાવે અને આપણા લીંબુના ટુકડા આખા જ રહેશે આ અથાણાને 30 કલાક સુધી તપેલામાં જ રાખો અને બે ત્રણ વાર હલાવતા હલાવતા રહેવું પછી તેને બરાબર હલાવીને કાચની બોટલમાં ભરી દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

ટિપ્પણીઓ

Similar Recipes