ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

આ શાક ભરવા ની ઝઝંટ વગર પણ મસાલેદાર બનાવી શકાય છે

ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ શાક ભરવા ની ઝઝંટ વગર પણ મસાલેદાર બનાવી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૦૦ ગ્રામ નાનાં ભીંડા
  2. ૧ ટીસ્પૂનસફેદ તલ
  3. ૧/૨ ટીસ્પૂનહળદર
  4. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  5. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  6. ૧ ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  7. ૧/૨ ટીસ્પૂનમીઠું
  8. ચપટીખાંડ
  9. ચપટીહિંગ
  10. ૨ ટીસ્પૂનતેલ
  11. ૧/૨ ટીસ્પૂનઅજમો
  12. ૧/૨ ટીસ્પૂનસુકી મેથી
  13. ૧ ટીસ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ભીંડા ને પાણી થી ધોઈ કપડાં થી લુછી કોરા કરી લો,ડીટા કાઢી વચ્ચે થી કાપો પાડી લો

  2. 2

    હવે એક વાસણમાં ભીંડા માટે નો મસાલો તૈયાર કરવા માટે, ધાણા જીરું, મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું, તલ, ખાંડ નાખી ને ૧/૨ ટીસ્પૂન તેલ રેડો, મસાલો બરાબર મિક્ષ કરી લો તેમાં ભીંડા બરાબર મિક્ષ કરી લો,૩ મિનિટ સુધી રહેવા દો

  3. 3

    હવે એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં અજમો, સુકી મેથી, હીંગ નાખી મસાલો ચડાવેલા ભીંડા વઘારી લો

  4. 4

    ઢાંકણ ઢાંકી ને શાક ને ચઢવા દો, ૧૦ થી ૧૨ મિનિટ માં શાક તૈયાર થઈ જાય છે છેલ્લે સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો, ફટાફટ બની જતું, ભરેલા ભીંડા જેવું જ લાગતું, મસાલેદાર ભીંડા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes