ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#EB
#week2
theme2

અથાણું અને તેમાં પણ ગુજરાતનું પારંપરિક ગોળકેરી નુ સ્વાદિષ્ટ અથાણુ.
આપણે ગુજરાતી લોકોની થાળીમા જમવામાં ખટાશ ની સાથે ગળપણ પણ
જોઈએ જ એ ન હોય તો થાળી અધૂરી ગણાય. છે. થેપલા પૂરી ભાખરી કે
પરોઠા સાથે ખાટુ અથાણુ તો ક્યારેક ગળ્યુ અથાણુ.જે સ્વાદ મા અપ્રતિમ
હોય છે અને આખા વરસ માટે બને છે. ગોળની મીઠાશ,કેરીની ખટાશ અને
સંભાર ની તીખાશ નો ત્રિવેણી સંગમ એટલે ગોળ કેરી નુ અથાણુ.જેનુ નામ
સાંભળતા જ મોંમા પાણી આવી જાય છે.આ અથાણુ બનાવવા મા નામ માત્ર
તેલનો ઉપયોગ થયો છે.એટલે જે લોકો તેલના કારણે અથાણુ ખાવાનું ટાળતા
હોય છે તે લોકો પણ આ પ્રેમથી આરોગી શકે છે.ઘણા લોકો આ અથાણુ સાકર
કે ખાંડનો ઉપયોગ કરીને બનાવે છે તો ડાયાબિટીક લોકો નથી ખાઈ શકતા પણ
મે આ ફક્ત ગોળ નો ઉપયોગ કરીને બનાવ્યુ છે તો એ લોકો પણ આનો સ્વાદ માણી શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગોળકેરીનો મસાલો :
  2. ૨૦૦ ગ્રામ ધાણાનાં કુરિયા
  3. ૫૦ ગ્રામ મેથીના કુરિયા
  4. ૫૦ ગ્રામ રાઈના કુરિયા
  5. ૨૦૦ ગ્રામ શીંગતેલ
  6. ૧૦૦ ગ્રામ લાલ મરચું પાઉડર (રેશમપટ્ટો અને કાશ્મીરી મિક્સ કરવું)
  7. ૧ મોટી ચમચીમીઠું
  8. ૧ મોટી ચમચીહિંગ
  9. ૧ નાની ચમચીહળદર
  10. ૧ મોટી ચમચીવરિયાળી
  11. ૧ મોટી ચમચીકાલા મરી
  12. સૂકા લાલ મરચા
  13. ૧ મોટી ચમચીઆખી લીલી ધાણી(ધાણા ના લેવા)
  14. ૧ કિલોરાજાપુરી કેરી
  15. ૧ ચમચીમીઠું
  16. ૧ નાની ચમચીહળદર
  17. ૧ (૧/૨ કિલો)ગોળ
  18. ટુકડાખારેકના
  19. ટુકડાસૂકા કોપરાના
  20. ગાજરનું છીણ સુકવણી કરેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સહુ પ્રથમ કેરી ધોઈને લૂછી તેની છાલ કાઢી નાના ચોરસ ટુકડા કરી લો.
    હવે કેરી ના ટુકડા મા હળદર મીઠું નાખીને ચમચા થી હલાવી મિક્સ કરીને
    આખી રાત ઢાંકીને રાખી દો.

  2. 2

    બીજા દિવસે કેરીને ચારણી મા કાઢીને તેમાથી પાણી એક વાસણ મા નિતારી
    લો. આ પાણી ને તમે કાચની બોટલમા ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.
    કેરીના ટુકડાઓ ને સાફ કપડા પર પંખા નીચે સૂકાવા મૂકી દો.
    સાત થી આઠ કલાકમાં સુકાઈ જાય છે.ભેજ ના રહેવો જોવે.

  3. 3

    હવે ગોળકેરીનો મુખ્ય આધારસ્તંભ એવા સંભાર બનાવી લઈએ,
    બધા જ કુરિયા સરખી રીતે સાફ કરી વીણી લેવા,કચરો ના રહે,
    દરેક કુરિયા વારાફરતી એક એક મિનિટ માટે જ સેકી લેવા,બહુ નહીં,
    માત્ર ભેજ જ દૂર કરવા માટે સેકવાના છે,
    પછી મિક્સર માં વારાફરતી બધા કુરિયા બે-બે સેકન્ડ માટે ફેરવી લેવા
    જેથી અધકચરા ભૂકો થઇ જાય અને તેનાથી સ્વાદ પણ વધુ સારો આવે,

  4. 4

    હવે એક તપેલીમાં તેલ ગરમ મુકો,તેલ ધુમાડા નીકળે એટલું ગરમ કરવું,
    ગેસ બન્દ કરી તેમાં ત્રણેય કુરિયા,મીઠું નાખી છીબું ઢાંકી દેવું,
    બે મિનિટ પછી વરિયાળી,હળદર,હિંગ,ધાણી,મરી,સૂકા મરચા નાખી
    ફરી ઢાંકી દેવું,સરખું હલાવીને જ ઢાંકી દેવું,
    થોડીવાર રહી ઢાંકણ કાઢી લેવું અને સંભાર ઠંડો થવા દેવો,
    સંભાર થનડો થાય પછી તેમાં મરચું ઉમેરવું,સરખું હલાવી લેવું,
    ખારેકના ટુકડા,કોપરાની ચિપ્સ અને ગાજરની સૂકવેલી છીણ ઉમેરી દેવી.
    આ બધું ઉમેરવાથી ગોળકેરીનો રસો ખુબ જ સ્વાદિષ્ટ બને છે.

  5. 5

    હું ગોળકેરી હમેશા પાયો લઇ ને કરું છુંજેથી પાણી ના છૂટે,
    ઘણીવાર ગોળ ખરાબ હોય કે વાતાવરણ કે બીજા કોઈ કારણસર ગોળકેરીમાં
    પાણી થઇ જતું હોય છે,અને બધી જ મહેનત પર પાણી ફરી વળે છે,
    એક કડાઈમાં એક ચમચી તેલ મૂકી તેમાં ઝીણો સમારેલો ગોળ નાખો
    ગોળ ઓગળે એટલું જ ગરમ કરવું,વધુ નહીં,માત્ર ગોળ ઓગળે એટલું જ
    ગરમ થાય એટલે ગેસ બન્દ કરી દેવો,અને સહેજ તહન્દુ પડે એટલે
    સંભારનો મસાલો ભેળવી દેવો.ખુબ સરખી રીતે બધું હલાવી મિક્સ કરી લેવું,
    સીધો ગોળ પણ ભેળવી શકાય છે,પણ તે બગડી જવાની બીક લાગે છે.

  6. 6

    એક મોટા વાસણ માં કેરી ના ટુકડા, લઈ ઉપર ગોળ કેરીનો સંભાર નાખો.
    આ બધુ ચમચા થી સરખી રીતે મિક્સ કરી દો.
    હવે આને ઢાંકીને રાખી દો.
    આ અથાણુ બનતા લગભગ ચાર થી પાંચ દિવસ લાગશે.
    તેને દિવસ મા બે વખત સવાર સાંજ હલાવવું.જ્યારે અથાણામા ગોળ સંપૂર્ણ
    પણે ઓગળી જાય એટલે એ અથાણું તૈયાર સમજવું.
    હવે આ અથાણુ એરટાઈટ બોટલમાં ભરી લો.

  7. 7

    બસ તૈયાર છે પારંપરિક ગોળ કેરી નુ સ્વાદિષ્ટ અથાણુ.આ તમે ચાર પાંચ દિવસ
    પછી ખાવાના ઉપયોગ મા લઈ શકશો. રાજાપુરી જ લેવી જે એકદમ કાચી અને
    અંદર થી એકદમ સફેદ હોવી જરુરી છે.જો ન મળે તો લાડવા કેરી લો તો ગોળ નુ
    પ્રમાણ વધારે લેવુ.ગોળ પણ બરફી કે કોલ્હાપુરી જ લેવો.દેશી ગોળ ઢીલો હોય
    છે જેના કારણે એ ઓગળી તો જલ્દી જશે પણ થોડા મહિનામા જ પાણી થઈ જશે.
    જેનાથી અથાણુ બગડવાની શક્યતા રહે છે.અથાણુ ભરતી વખતે બરણી એકદમ
    કોરી હોવી જોઈએ.જો જરા પણ ભેજ કે ભીનાશ હશે તો અથાણુ બગડી જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes