રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરીને ચોખ્ખા પાણી થી ધોઈ તેની છાલ ઉતારી તેના ટુકડા કરી લેવાના છે.
- 2
આ ટુકડા માં થોડું પાણી ઉમેરી તેને બાફી લેવાના છે તપેલી માં પાણી ઉમેરી ને બાફવી અથવા માઇક્રોવેવમાં ગમે તે રીતે બાફી શકાય. બાફેલા ટુકડાને સાવ ઠંડા થઈ જવા દેવાના છે.
- 3
આ ટુકડાને મિક્સરની જારમાં લઇ તેમાં ખાંડ અને ફુદીનાના પાન ઉમેરવાના છે.
- 4
ત્યારબાદ તેમાં સંચળ, શેકેલા જીરું નો પાઉડર, મરી પાઉડર અને મીઠું ઉમેરવાનું છે અને તેને ક્રશ કરી લેવાનું છે.
- 5
આ તૈયાર કરેલા પલ્પને સર્વિંગ ગ્લાસમાં ઉમેરી તેમાં બરફના ટુકડા અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી સર્વ કરી શકાય.
Similar Recipes
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ઉનાળામાં લૂ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવતું શરબત આમ પન્ના ના ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો અને મીઠો હોય છે જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે તો ચાલો જોઈએ તે કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આપણે અહીં ગરમી ખૂબ જ પડે છે તેના કારણે લૂ પણ ખૂબ જ વાય છે. લૂ સામે રક્ષણ મેળવવા આપણે ઘણા ઉપાયો કરીએ છીએ.એમાનો એક ઉપાય કેરી છે.આમ પન્ના લૂ સામે રક્ષણ આપે છે. Ankita Tank Parmar -
મીન્ટી આમ પન્ના (Minti Aam Panna Recipe In Gujarati)
#EB#WEEK2આમ પન્ના ના અનેક ફાયદા છે, આમ પન્ના ગરમીની સિઝનમાં શરીરને ઠંડક આપે છે, આમ પન્ના માં Vitamin B6 હોય છે જેનાથી ડિપ્રેશન દૂર થાય છે, આમ પન્ના માં ભરપૂર માત્રા માં Iron મળી રહે છે, આમ પન્ના પીવાથી Immunity વધે છે. Rachana Sagala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#SFગરમીનો રામબાણ ઈલાજ..લૂ ન લાગે..ટેસ્ટી અને હેલ્ધી ડ્રીંક 🌞🏖️ Dr. Pushpa Dixit -
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગુજરાતીમાં કેરી ના બાફલા તરીકે ઓળખાતું આ ડ્રિંક કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં આ ડ્રિંક લૂ અને ગરમી સામે રક્ષણ આપે છે. સામાન્ય રીતે આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એમાં સાકર, બ્રાઉન ખાંડ કે ગોળ ઉમેરી ને હેલ્થી પણ બનાવી શકાય. તાજા ફુદીનાના પાન નો ઉપયોગ આ પીણાં ને ખૂબ જ રિફ્રેશિંગ અને ફ્લેવર ફૂલ બનાવે છે. આમ પન્ના માં મીઠું, શેકેલું જીરું અને સંચળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એને ફક્ત કેસર અને ઈલાયચી ઉમેરી ને પણ બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati ઉનાળાની સખત ગરમી માં ગરમ ગરમ લૂ થી રક્ષણ માટે લોકો કાચી કેરીનો પન્ના બનાવે છે. જે સ્વાદમાં ખાટો મીઠો હોય છે અને નાના મોટા ને ભાવે પણ છે. Vaishali Thaker -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમપન્ના એ કાચી કેરી માંથી બનાવાતું ભારતીય પીણું છે.ઉનાળાની ઋતુમાં ખૂબ ગરમ વાયરા વાય છે. આ ગરમ પવનથી ઘણી વખત લૂ લાગી જાય છે.આમપન્નાએ ગરમી પ્રતિરોધક ગુણધર્મો ધરાવતું પીણું હોવાથી કહેવાય છે કે આમપન્ના પીવાથી લૂ લાગતી નથી.આમપન્નાને ગુજરાતીઓ બાફલા તરીકે પણ ઓળખે છે.લગભગ બધા આમપન્ના બનાવવામાં ખાંડનો ઉપયોગ કરતાં હોય છે પણ મેં અહીં ગોળનો ઉપયોગ કરી આમપન્ના બનાવ્યું છે. તંદુરસ્તી ની દ્દષ્ટિએ જોઈએ તો ગોળ વાપરવો હિતાવહ હોવાથી મેં ગોળનો ઉપયોગ કરીયો છે.#EB Vibha Mahendra Champaneri -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં આમ પન્ના પીવું ખૂબ ફાયદાકારક છે . તે ગરમીનો નિવારણ કરે છે અને બધા મસાલા નાખીને બનાવી હોવાથી ટેસ્ટી પણ બહુ લાગે છે.#EB#week2 Rajni Sanghavi -
-
-
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EB#Week2કેરી ની સીઝન હોય એટલે આમપન્ના બધા ના ઘરમાં બનતું હોય છે. આ ડ્રીંક ગરમી માટે ખૂબ સારું ફાયદો આપે છે.ખૂબ ઝડપથી બની જાય છે અને ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે. Chhatbarshweta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15043207
ટિપ્પણીઓ (5)