શેર કરો

ઘટકો

30-40 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ ગુંદા
  2. થોડું મીઠું
  3. ૪ tbspતેલ
  4. ૧ tspજીરું
  5. ૧ tspહિંગ
  6. ૧/2 ચમચી હળદર
  7. મસાલા માટે:
  8. ૧/૪ કપશીંગદાણા
  9. ૧/૪ કપચણા નો લોટ (શેકેલો)
  10. ૧ (૧/૨ tbsp)લાલ મરચું પાઉડર
  11. ૨ tbspધાણા-જીરું પાઉડર
  12. ૧ tspગરમ મસાલો
  13. ૧/૨ ચમચી ખાંડ
  14. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30-40 મિનિટ
  1. 1

    સૌ પહેલા ગુંદા ને દાસ્તાં થી ફોડી લો. હવે ચપ્પા ને મીઠું લગાવી ગુંદા ના બીજ કાઢી લો. અને ગુંદા પર થોડું મીઠું ભભરાવી દો. આ રીતે કરવાથી ગુંદા પર જે ચીકાશ ચોંટી હશે એ નીકળી જશે. હવે એક પેપર નેપકીન થી બધા ગુંદા લુસી લો એટલે મીઠું અને ચીકાશ દૂર થઇ જાય.

  2. 2

    હવે એક મીક્ષી જાર માં શીંગદાણા, ચણા નો લોટ અને બીજા બધા મસાલા ઉમેરી દો અને ક્રશ કરી ને પાઉડર બનાવી લો.

  3. 3

    આપનો સ્ટફિંગ નો મસાલો તૈયાર છે. હવે બધા ગુંદા માં આ મસાલો દબાવી ને ભરી લો.

  4. 4

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. અહીં મેં તેલ નું પ્રમાણ વધારે લીધું છે. આપણે ગુંદા ને તેલ માં જ થવા દેવાના છે.
    તેલ ગરમ થાય એટલે તેમાં જીરા, હિંગ તથા હળદર નો વઘાર કરો. હવે બધા ગુંદા નાખી ને હળવા હાથે હલાવી લો. અને એક પ્લેટ માં પાણી ઉમેરી ને ઉપર થી ઢાંકી દો. જેથી વરાળ થી આપણા ગુંદા ચઢશે અને ચોંટશે નઈ.

  5. 5

    લગભગ ૧૦ મિનિટ સુધી ચઢવા દેવું. વચ્ચે એક-બે વાર હલાવી લેવું. જો મસાલો વધ્યો હોય તો એ હવે ઉમેરી ને બરાબર હલાવી લેવું અને ૧ મિનિટ માટે સાંતળી લેવું.
    તો તૈયાર છે આપણા ગુંદા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
પર
Ahmedabad
By Profession I'm a Creative Web and Software Designer and Developer, I run my small IT firm.I love cooking and always excited for new experiments and innovative dishes 😋Follow for detailed video recipes on YouTube @unnatisfoodmagic
વધુ વાંચો

Similar Recipes