ફણગાવેલા મગ ની ચાટ (Fangavela Moong Chaat Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#GA4
#Week11

#Tips મગની પલાળી overnight રાખી પાણી કાઢી અને હોલવાળા બાઉલમાં લઈ તેની નીચે એક બાઉલ મુકવું . હોલ વાળા બાઉલમાં ઢાંકણ ઢાંકી માઈક્રોવેવમા 10 થી ૧૨ કલાકમાં જ મગ સરસ રીતે ઊગી જાય છે.

ફણગાવેલા મગ ની ચાટ (Fangavela Moong Chaat Recipe In Gujarati)

#GA4
#Week11

#Tips મગની પલાળી overnight રાખી પાણી કાઢી અને હોલવાળા બાઉલમાં લઈ તેની નીચે એક બાઉલ મુકવું . હોલ વાળા બાઉલમાં ઢાંકણ ઢાંકી માઈક્રોવેવમા 10 થી ૧૨ કલાકમાં જ મગ સરસ રીતે ઊગી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
ચાર વ્યક્તિ
  1. નાનો બાઉલ મગ
  2. 1બટાકુ
  3. 1/2કાકડી
  4. 1/2ગાજર
  5. 1/2 કેપ્સીકમ
  6. 1ડુંગળી
  7. 1ટામેટુ
  8. ટુકડોકોબીજ નો
  9. 1લીલું મરચું
  10. કોથમીર
  11. ગ્રીન ચટણી
  12. ગળી ચટણી
  13. લસણની ચટણી
  14. તીખી બુંદી
  15. ઝીણી
  16. ઝીણી સેવ
  17. મસાલા શીંગ
  18. સ્વાદ પ્રમાણેમીઠું
  19. 1 ચમચીચાટ મસાલો
  20. 1 ચમચીસંચળ
  21. 1 ચમચીસીઝવાન ચટણી
  22. 1/2 ચમચી હળદર
  23. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  24. 1 ચમચીફુદીના ની

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગને પાણીથી ધોઈ બીજું પાણી રેડી overnight પલાળવા. ત્યારબાદ હોલ વાળમાં બાઉલમાં કાઢી લેવા અને માઇક્રોવેવ મા તેને ઢાંકીને અથવા જ્યાં ગરમી મળે ત્યાં દસથી બાર કલાક રહેવા દેવા. હવે મગ fangai ગયા છે. તેને કૂકરમાં મીઠું, હળદર નાખી થોડું પાણી રેડી એક સીટી વગાડવી. બટાકાને પણ બાફી લેવા. કાકડી,ગાજર, કેપ્સીકમ, ડુંગળી,ટામેટુ, કોબીજ,લીલુ મરચું અને ઘણાને ઝીણા કટકા કરવા.

  2. 2

    હવે કઢાઈમાં તેલ મૂકી રાઈ ઉમેરી રાઈ તતડે એટલે હિંગ નાંખવી.પછી લસણની ચટણી, લીલા મરચા, સીઝવાન ચટણી, ગાજર અને ડુંગળી નાખી શેકાવા દો. શેકાઈ જાય એટલે તેમાં બાફેલા મગ, બાફેલા બટાકા,કોબીજ,ટામેટા,ગાજર, કેપ્સીકમ, નાખો અને મીઠું,હળદર અને લાલ મરચું નાખી પાંચ મિનિટ માટે સાંતળો.

  3. 3

    મગન નો ચાટ તૈયાર છે.

  4. 4

    તેને એક સર્વિંગ બાઉલમાં મગ નો ચાટ લઈ તેના ઉપર ગ્રીન ચટણી, લસણની ચટણી,ગળી ચટણી, ફુદીનાની ચટણી, કાકડી, તીખી બુંદી, મસાલા શીંગ, ઝીણી સેવ અને કોથમીરથી સર્વ કરો. ઉપરથી ચાટ મસાલો અને સંચળ પાઉડર ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes